ધર્માંતરણ:‘જન્નત મળશે’ એવી વાતોમાં આવી સુરતના ભટારનો 19 વર્ષીય સંતોષ અબ્દુલ્લા બની ગયો

ધર્માંતરણ:‘જન્નત મળશે’ એવી વાતોમાં આવી સુરતના ભટારનો 19 વર્ષીય સંતોષ અબ્દુલ્લા બની ગયો

 • દિલ્હીની મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવી રહ્યાનો વીડિયો ઘરે મોકલે છે
 • ક્રાઇમ બ્રાંચ સારંગપુરથી શોધી લાવી પરંતુ 4 માસ બાદ ફરી ઘરેથી ભાગી ગયો
 • ભટારમાં રહેતા 19 વર્ષીય યુવકનું માઇન્ડ વોશ કરી તેના મુસ્લિમ મિત્રો ઘરેથી ભગાડી ગયા હતા. 7 વર્ષ બાદ પરિવારે પોલીસની મદદથી તેને શોધ્યો તો ખબર પડી કે તેણે ધર્મપરિવર્તન કરી લીધું છે. યુવકને સારંગપુરથી શોધી ઘરે લવાયો પણ 4 જ માસમાં ફરીથી ભાગી ગયો હતો. હાલ સંતોષ નામનો આ યુવક અબ્દુલ્લા બની ગયો છે અને દિલ્હી નજીકની કોઈ મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવી રહ્યો છે.

  સંતોષ મોહન પંઢર બે ભાઈ સાથે ભટારના આઝાદનગરમાં રહેતો હતો. મુસ્લિમ મિત્રો સાથે રખડતો હોવાથી 2013માં કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો. 2020માં પોલીસ સારંગપુરથી લઈ આવી હતી.બાદમાં ફરી ભાગી જઈ હાલ દિલ્હી નજીકની મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવતાે હોવાનાે વીડિયો પરિવારને મોકલી રહ્યો છે.

  કાશ્મીર બોર્ડરથી દેશ બહાર જવાની વાત કરતો
  સંતોષ ફોન પર તેના ભાઈઓ સાથે વાતચીત દરમિયાન એક વખત એવું બોલ્યો હતો કે હું મુસ્લિમ બની ગયો એટલે મને હવે બધું મળશે, જન્નત મળશે. મને જમ્મુ-કાશ્મીરની બોર્ડરથી દેશ બહાર પણ મોકલવામાં આવશે.

  સંતોષનું માઇન્ડ વોશ કરી મુસ્લિમ બનાવાયો છે
  સંતોષ ઉર્ફે અબ્દુલ્લાના ભાઈ દિનેશ મોહન પંઢરે કહ્યું- અમે ખૂબ ગરીબ છીએ, સંતોષ જ્યારે ઘર છોડીને ગયો ત્યારે પણ હાલત ખૂબ જ ખરાબ હતી. તેને મફતમાં ખાવાનું આપવામાં આવતું હતું કોઈ કામધંધો પણ ન કરવો પડે એટલે તેને ધર્મપરિવર્તન કરવામાં મજા આવી હતી. તેને ખૂબ સમજાવીએ છીએ કે ભાઈ કામધંધો કર, તને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે પણ તે સમજતો જ નથી.

 • ( Source - Divyabhaskar )