જાણો, રાત્રે લવિંગ ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે?

જાણો, રાત્રે લવિંગ ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે?

નવી દિલ્હી, તા. 16 જૂન 2021, બુધવાર 

દરેક ઘરના રસોડામાંથી મળી આવતું લવિંગ ભોજનનો સ્વાદ અને ખુશ્બૂ બંનેમાં વધારો કરે છે. લવિંગ ઔષધિય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય સમસ્યાઓને દૂર કરી શકાય છે. 

લવિંગ બીમારીઓને દૂર કરે છે 

ઔષધિય ગુણોને કારણે આયુર્વેદમાં ઘણા સમયથી લવિંગનો ઉપયોગ થતો રહ્યો છે. લવિંગમાં ફૉસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયર્ન સહિત કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે.. આ સાથે જ લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે. જેના કારણે કેટલીય બીમારીઓને દૂર કરવામાં લવિંગ મદદરૂપ સાબિત થઇ શકે છે. 

દરરોજ રાત્રે લવિંગ ખાવાથી ફાયદો થાય છે

લવિંગ એક એવું આયુર્વેદિક તત્ત્વ છે, જેને આપણે ક્યારેય પણ ખાઇ શકો છો. મોટાભાગે ભોજનમાં લવિંગનો ઉપયોગ તો થતો જ હશે. જો આપણે રાત્રે સૂતાં પહેલા 2 લવિંગને સારી રીતે ચાવી-ચાવીને ખાઇએ. ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લઇએ તો તેનાથી આપણા શરીરને કેટલાય પ્રકારના લાભ થઇ શકે છે. આમ કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. 

દાંતોનો દુખાવો છૂમંતર થઇ જાય છે

જો દાંતમાં દુખાવાની સમસ્યા સર્જાય અથવા તો દાંતોમાં સડો લાગી ગયો હોય તો પણ રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ સારી રીતે ચાવી ચાવીને ખાઓ. ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો. લવિંગ ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. તેના સેવનથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. 

મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે

જો તમને મોંઢામાંથી દૂર્ગંધ આવવાની પરેશાની છે તો રાત્રે સૂતાં પહેલા લવિંગ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ગળા સંબંધિત કોઇ સમસ્યા જેમ કે, ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, ગળુ બેસી ગયું હોય, ગળુ ખરાબ હોય. આ તમામ સમસ્યાઓને પણ લવિંગ દૂર કરી શકે છે. રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ ખાઓ અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો. 

લવિંગનો ઉકાળો પણ બનાવી શકો છો

જો તમે ચાવી-ચાવીને લવિંગ ખાઇ શકતા નથી તો તમે તેને સારી રીતે કૂટી લો. ત્યારબાદ લવિંગના પાઉડરને 1 ગ્લાસ પાણીમાં નાંખીને 2-3 મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ ઉકાળો સામાન્ય ઠંડો થાય એટલે કે હુંફાળો ઉકાળો પીઓ. તેનાથી પણ તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલાય ફાયદાઓ થશે. જો બાળકોને કબજિયાત અથવા શરદી ખાંસીની સમસ્યા થઇ ગઇ હોય તો 1 લવિંગને સારી રીતે કૂટી લો.. ત્યારબાદ અડધી ચમચી મધમાં નાંખીને બાળકોને ખવડાવી દો.