અમેરિકાના જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો:દોષિત પોલીસ અધિકારી ડેરેક શોવિનને 22 વર્ષની સજા; ફ્લોયડના વકીલે કહ્યું- બાળક પણ જણાવી શકે છે કે પોલીસે ભૂલ કરી હતી

અમેરિકાના જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો:દોષિત પોલીસ અધિકારી ડેરેક શોવિનને 22 વર્ષની સજા; ફ્લોયડના વકીલે કહ્યું- બાળક પણ જણાવી શકે છે કે પોલીસે ભૂલ કરી હતી

  • પોલીસ અધિકારી ડેરેક શોવિને 8 મિનિટ 46 સેકન્ડ સુધી ફ્લોયડનું ગળું દબાવી રાખ્યું હતું
  • કોર્ટે આરોપી પોલીસકર્મીને 22 વર્ષ 6 મહિનાની જેલની સજા ફટકારી
  • અમેરિકાના ચર્ચિત જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો આવ્યો છે. ફ્લોયડની હત્યાના દોષિત પોલીસકર્મી ડેરેક શોવિનને 22 વર્ષ અને 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે. 25 મે 2020ના રોજ બનેલી આ ઘટનાને એક વર્ષ અને 32 દિવસ પછી આ ચુકાદો આવ્યો છે. ચુકાદા બાદ ડેરેક શોવિનની જામીન તરત જ રદ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ફ્લોયડની હત્યાના કેસ જ્યુરી પાસે મોકલવામાં આવ્યો હતો, જેમાં 6 ગોરા અને 6 અશ્વેત લોકો સામેલ હતા.

 

દોષિત પૂર્વ પોલીસકર્મી ડેરેક શોવિનને કોર્ટે 22 વર્ષ જેલની સજા સંભળાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વકીલે ડેરેકને બચાવવા માટે ઘણા પ્રયાસ કર્યા
સુનાવણી દરમિયાન ફ્લોયડના વકીલે જ્યુરી સમક્ષ કહ્યું હતું કે ડેરેક શોવિને જે રીતે જ્યોર્જ ફ્લોયડની હત્યા કરી હતી એ બાબતે એક બાળક પણ જણાવી શકે છે કે પોલીસની રીત ખોટી હતી. જોકે ડેરેકના વકીલે પણ તેને બચાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. વકીલે દલીલ કરી હતી કે ડેરેક શોવિને યોગ્ય પગલું ભર્યું હતું અને 46 વર્ષીય ફ્લોયડના મૃત્યુનું કારણ હૃદયરોગ અને નાશકારક દવાઓ હતી.

ચુકાદા પહેલાં મિનેપોલિસ કોર્ટની બહાર રાહ જોતો જ્યોર્જ ફ્લોયડનો પરિવાર.

8 મિનિટ 46 સેકન્ડ સુધી પગથી દબાવી રાખ્યું હતું ગળું
ગયા વર્ષે મિનેપોલિસમાં એક પ્રદર્શન દરમિયાન ફ્લોયડને પોલીસ અધિકારી ડેરેક શોવિને રસ્તા પરથી પકડ્યો હતો અને પોતાના ઘૂંટણની તેનું ગળું 8 મિનિટ 46 સેકન્ડ સુધી દબાવી રાખ્યું હતું. ફ્લોયડના હાથમાં હાથકડી હતી. આવી સ્થિતિમાં તે સતત પોલીસ અધિકારીને ઘૂંટણ હટાવવા વિનંતી કરી રહ્યો હતો, પણ પોલીસ અધિકારી માન્યો નહીં.

ડેરેકને સજા ફટકાર્યા બાદ મિનેપોલિસમાં ફ્લોયડના સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી.

આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં ફ્લોયડ પોલીસ અધિકારીને જણાવી રહ્યો હતો કે 'તમારો ઘૂંટણ મારા ગળા પર છે. હું શ્વાસ લઈ શકતો નથી.' ધીરે ધીરે ફ્લોયડનો શ્વાસ અટકી ગયો હતો. ત્યાર બાદ ડેરેક કહે છે, ઊઠો અને કારમાં બેસો, પરંતુ ફ્લોયડ તેનો કોઈ જવાબ આપતો નથી. આ દરમિયાન ઘણી બધી ભીડ આજુબાજુ એકત્રિત થઇ જાય છે. ફ્લોયડને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

અમેરિકામાં થયાં હતાં રમખાણ
જ્યોર્જના મૃત્યુ પછી અમેરિકાનાં ઘણાં શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. લાખો લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. પૂર્વ પોલીસ અધિકારી ડેરેક શોવિનને એપ્રિલ 2021માં આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

ફ્લોયડના પરિવારને આપવામાં આવ્યા હતા 196 કરોડ રૂપિયા
જ્યોર્જ ફ્લોયડના મૃત્યુના કેસમાં સિટી કાઉન્સિલ ઓફ મિનેપોલિસ અને ફ્લોયડના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. આ અંતર્ગત સિટી કાઉન્સિલે ફ્લોયડના પરિવારને 2.7 કરોડ ડોલર (આશરે 196 કરોડ) આપ્યા હતા.

જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો આવ્યા પછી અમેરિકામાં આવા તમામ જૂના કેસ ફરીથી ખોલવાની માગ કરવામાં આવી છે.

ડેરેક શોવિન સામે ચુકાદો 12 લોકોની જ્યુરી દ્વારા સંભળાવવામાં આવ્યો છે. આ કેટલાક લોકોની એક સમિતિ છે, જે-તે લોકો કાનૂની ક્ષેત્રમાં ચૂંટાયેલા છે. તેઓ અમુક પ્રકારના કેસોમાં ન્યાયાધીશ સાથે બેસીને સાક્ષીઓની વાત સાંભળે છે અને આરોપી દોષિત છે કે નિર્દોષ એ વિશે કોર્ટને પોતાનો અભિપ્રાય આપે છે.

( Source - Divyabhaskar )