હુરૂન રિપોર્ટ:નવસારીમાં જન્મેલા જમશેદજી ટાટા વિશ્વના સદીના સૌથી મોટા ભામાશા, રૂ. 7.60 લાખ કરોડનું દાન કર્યું, અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ

હુરૂન રિપોર્ટ:નવસારીમાં જન્મેલા જમશેદજી ટાટા વિશ્વના સદીના સૌથી મોટા ભામાશા, રૂ. 7.60 લાખ કરોડનું દાન કર્યું, અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ

  • 1892થી અત્યાર સુધીમાં ટાટા સન્સે 102 અબજ ડોલરથી વધુનું દાન કર્યું છે
  • રૂપિયાની આજની વેલ્યૂ મુજબ આ રકમ રૂ. 7.60 લાખ કરોડથી વધારે થાય
  • વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે રૂ. 7.60 લાખ કરોડ) સાથે ભારતના જમશેદજી ટાટા પ્રથમ ક્રમાંકે છે. જમશેદજીએ કરેલા દાનની રકમ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી નેટવર્થ 84 અબજ ડોલર (આશરે રૂ. 6.25 લાખ કરોડ) કરતાં પણ વધારે છે.

    વિશ્વના ટોપ-10 દાનવીર

    નામ દેશ

    દાનમાં આપેલી રકમ

    જમશેદજી ટાટા ભારત 102.4
    બિલ ગેટ્સ અને મેલિન્ડ ફ્રેંચ ગેટ્સ અમેરિકા 74.6
    હેનરી વેલકમ બ્રિટન 56.7
    હોવર્ડ હ્યુજીસ અમેરિકા 38.6
    વોરેન બાફેટ અમેરિકા 37.4
    જ્યોર્જ સોરોસ અમેરિકા 34.8
    હેન્સ વિલ્સડોર્ફ સ્વિટ્ઝર્લૅન્ડ 31.5
    જે. કે. લીલી સિનિયર અમેરિકા 27.5
    જ્હોન ડી રોકફેલર અમેરિકા 26.8
    એડસેલ ફોર્ડ અમેરિકા 26.6

    દાનની રકમ અબજ ડોલરમાં

    સંદર્ભ: હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશન

    ટાટા સન્સના 66% રકમ દાનમાં આપી
    હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશના રિપોર્ટ મુજબ જમશેદજી ટાટાએ કરેલું દાન અને ત્યારબાદ તેમના નામ પર થયેલા દાનની રકમ ટાટા સન્સની લિસ્ટેડ કંપનીઓના મૂલ્યના 66% બરોબર છે. ટાટાએ 1870ના દાયકામાં સેન્ટ્રલ ઈન્ડિયા સ્પિનિંગ વીવિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીની શરૂઆત કરી હતી. ઉચ્ચ શિક્ષણ માટે 1892માં જે.એન. ટાટા એન્ડોમેન્ટની સ્થાપના કરી હતી, જે ટાટા ટ્રસ્ટની શરૂઆત હતી. ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હંમેશાં ‘વન મેન પ્લાનિંગ કમિશન’ તરીકે તેમનો ઉલ્લેખ કરતા હતા.

    રતન ટાટાએ તેમનો વારસો સંભાળ્યો
    જમશેદજીની જેમ જ રતન ટાટા પણ દાન આપવાની બાબતમાં પાછળ નથી. કોરોના સામે લડત આપવા માટે ટાટા ગ્રુપે ગત વર્ષે માર્ચમાં રૂ. 1500 કરોડનું દાન કર્યું હતું જે ભારતીય ઉદ્યોગ ગૃહોએ કરેલા દાનમાં સૌથી મોટું હતું. આ ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન કરતાં રહે છે.

  • Caption
  • જમશેદજી પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખતા
    ટાટા ગ્રૂપની શરૂઆતથી જમશેદજી ટાટા પોતાના કર્મચારીઓનું અને તેમના પરિવારનું ખાસ ધ્યાન રાખતા હતા. ટાટા ટ્રસ્ટની વેબસાઇટમાં બતાવ્યા પ્રમાણે તેમણે કર્મચારીઓ માટે મફત આરોગ્ય સહાય, મહિલા કર્મચારીઓના બાળકો માટે બાળગૃહ તેમજ પ્રાઇમરી ક્લાસીસ શરૂ કરાવ્યા હતા. જમશેદજીએ પ્રોવિડંડ ફંડ, પેન્શન ફંડ, મેટરનિટી બેનિફિટ અને અકસ્માત મૃત્યુમાં સહાય આપવા જેવી યોજનાઓ પણ શરૂ કરી હતી. આ ઉપરાંત તેઓ શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થીઓને પણ સહાય કરતાં હતા.

    ટાટા ગ્રૂપની સ્કોલરશીપ મેળવનાર જાણીતા નામ

    • ફ્રેની કે. આર. કામા
    • પૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન
    • જાણીતા વૈજ્ઞાનિક રાજા રામન્ના
    • જાણીતા વૈજ્ઞાનિક જયંત નારલિકાર
    • જાણીતા વૈજ્ઞાનિ કરઘુનાથ માશલેકર
    • જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક અને અભિનેતા ગિરીશ કર્નાડ

    ભારત માટે ગૌરવ સામાન બાબત

    હુરૂન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે જણાવ્યું કે, વિશ્વના દાનવીરોની યાદીમાં સૌથી મોટા દાનવીર તરીકે જમશેદજી ટાટાનું નામ આવવું તે ભારત માટે ગૌરવની વાત છે.

    આનાથી બીજા લોકોને પ્રેરણા મળશે
    એડલગીવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન વિદ્યા શાહ જણાવે છે કે, આ રિપોર્ટ વિશ્વભરમાં પરોપકાર ચલાવનારા વલણો, પ્રેરણાઓ અને માનસિકતાઓની વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અહેવાલમાં જેમની વાત કરવામાં આવી છે તેઓએ પરોપકારી ક્ષેત્રે અહીં સુધી પહોંચવા માટે જે રસ્તો અપનાવ્યો છે તે સંભવ છે કે અન્ય લોકો આગળ વધવા માટે લઈ શકે છે.

    અમેરિકન અને યુરોપિયન દાનવીરો કરતાં જમશેદજી ટાટા આગળ નીકળ્યા
    હુરૂન રિપોર્ટના ચેરમેન અને ચીફ રિસર્ચર રૂપર્ટ હુગવર્ફે જણાવ્યું કે, જ્યારે અમેરિકન અને યુરોપિયન દાનવીર લોકોએ છેલ્લા સદીમાં પરોપકારીની વિચારસરણી પર પ્રભુત્વ મેળવ્યું હતું તેવામાં ભારતના ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા પરોપકારી બનીને સામે આવ્યા હતા. કાર્નેગી અને રોકફેલર જેવા જૂન જમાનાના અબજોપતિઓ અને આજના બિલિયોનેર બિલ ગેટ્સ અને વોરેન બફેટ શીખવે છે કે સંપત્તિ સર્જન કરી અને ફરી બીજા માટે કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય છે.

  • ( Source - Divyabhaskar )