વેક્સિન પછી હવે અમેરિકા કોવિડ-19ની ટેબ્લેટ બનાવશે, ડેવલપમેન્ટ અને રિસર્ચ પર 3 અબજ ડોલરનો ખર્ચ થશે

વેક્સિન પછી હવે અમેરિકા કોવિડ-19ની ટેબ્લેટ બનાવશે, ડેવલપમેન્ટ અને રિસર્ચ પર 3 અબજ ડોલરનો ખર્ચ થશે

અમેરિકાની સરકારે કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે ડ્રગમેકર કંપનીઓને 18 અબજ ડોલર આપ્યા હતા. હવે અમેરિકાની પાસે 5 વેક્સિન છે, જેને રેકોર્ડ ટાઈમમાં તૈયાર કરવામાં આવી છે. આ જ રસ્તે આગળ વધતા અમેરિકન રિસર્ચર્સ કોવિડ-19 પિલ્સ એટલ કે ટેબ્લેટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એના માટે બાઈડન એડમિનિસ્ટ્રેશને 3 અબજ ડોલરનું ફન્ડ આપ્યું છે. આ પિલ્સ શરૂઆતમાં જ વાયરસને સમાપ્ત કરી દેશે અને એને પગલે લાખો લોકોના જીવ બચી જશે.

ઝડપથી શરૂ થશે ક્લિનિકલ ટ્રાયલ્સ
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ(DHHS)એ આ કોવિડ-19 પિલ્સ પ્રોગ્રામની જાહેરાત કરી છે. કેટલીક કંપનીઓ એની ટ્રાયલ્સ ઝડપથી કરવાનું કામ શરૂ કરી ચૂકી છે. જો બધું યોગ્ય રહ્યું તો કેટલીક પિલ્સ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવી શકશે.
રસપ્રદ વાત એ છે કે આ પ્રોગ્રામમાં કોરાના સિવાય એ તમામ બીમારીઓની દવા પર પણ કામ કરવામાં આવશે, જે નજીકના ભવિષ્યમાં માનવતા માટે પડકાર સર્જી શકે છે. એના માટે એન્ટી-વાઈરલ પ્રોગ્રામ ફોર પેન્ડેમિક ચલાવવામાં આવી રહ્યો છે.

બીજા વાયરસની પણ સારવાર શોધવામાં આવશે
રિપોર્ટ મુજબ, આ પ્રોગ્રામ દ્વારા ઈન્ફ્લૂએન્ઝા, એચઆઈવી અને હેપેટાઈટિસ જેવી જીવલેણે બીમારીઓ માટે પણ દવાઓ તૈયાર કરવામાં આવશે. આ અંગે છેલ્લા એક વર્ષથી રિસર્ચ ચાલુ હતું, પરંતુ કોરોના આવતા પહેલાં બીજી બીમારીઓની ટેબ્લેટ્સ તૈયાર કરવામાં સફળતા મળી શકી ન હતી. હવે આ કામને મિશન મોડ પર ફરી શરૂ કરવામાં આવ્યું છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિઝીઝના ડાયરેક્ટર ડોક્ટર એન્થની ફૌચીએ કહ્યું, અમે ઈચ્છીએ છે કે એ સમય પણ ઝડપથી આવી જાય, જ્યારે આપણે કોવિડ-19ના દર્દીઓની સારવાર એન્ટી-વાઈરલ પિલ્સ દ્વારા કરી શકીશું. ડોક્ટર ફૌચીએ કહ્યું- એક સવારે હું જાગું છું. મને લાગે છે કે તબિયત સારી નથી. સૂંઘવાની શક્તિ અને ટેસ્ટ જતો રહ્યો છે. ગળામાં પણ તકલીફ છે. ત્યારે હું મારા ડોક્ટરને ફોન કરીને કહું છું- મને કોવિડ થયો છે અને મને દવા બતાવો.

એન્ટી-વાઈરલ ડ્રગથી ફાયદો થયો ન હતો
રિપોર્ટ મુજબ, કોવિડ-19ની શરૂઆત દરમિયાન રિસર્ચર્સે કેટલીક એન્ટી-વાઈરલ ડ્રગનો ઉપયોગ કર્યો હતો, જોકે ગંભીર દર્દીઓ પર એનાં સારાં પરિણામ મળ્યાં ન હતાં. હવે રિસર્ચર્સેને લાગે છે કે બીમારીની શરૂઆતના થોડા દિવસોમાં જ એનો ઉપયોગ કરવામાં આવશે તો એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અત્યારસુધીમાં રેમડેસિવિર જ કેટલાક અંશે સફળ થઈ છે. એનો હોસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમાં પણ ડોક્ટરની સતત દેખરેખની જરૂર હોય છે. WHOએ નવેમ્બરમાં તેના ઉપયોગ પર સાવધાની રાખવા કહ્યું હતું.