ઘોર બેદરકારી! વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાની વ્યુઈંગ ગેલેરીમાં ભરાયા વરસાદી પાણી

ઘોર બેદરકારી! વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાની વ્યુઈંગ ગેલેરીમાં ભરાયા વરસાદી પાણી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં વરસાદના પાણી ટપકવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ અનુસાર નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભરાયા પાણી ભરાયા છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વ્યુઈંગ ગેલેરીમાં વરસાદી પાણી ભરાયા છે. વ્યુઈંગ ગેલેરીમાંથી મ્યુઝિયમમાં પાણી ટપકી રહ્યું છે. જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વ્યુઈંગ ગેલેરીમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હાલ મળી રહેલા અહેવાલ અનુસાર વરસાદી પાણીથી સ્ટેચ્યુની અંદર નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને પગલે L&T કંપનીની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેન્ટેનન્સ માટે દર સોમવારે મુસાફરો માટે રજા હોય છે.

3,000 કરોડના ખર્ચથી કેવડિયામાં બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વરસાદના પાણી ટપકવા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં હજુ માંડ 2 ઇંચ વરસાદ થયો છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉપરના ભાગે આવેલી વ્યૂઇંગ ગેલેરીમાં અને અન્ય રૂમોમાં પાણી ટપકે છે. વ્યૂઇંગ ગેલેરીની છતમાંથી પાણી પડી રહ્યું છે.