બોલો! કોના બાપની દિવાળી? રેલવેએ એક ઉંદર પકડવા પાછળ ખરચ્યા 22 હજાર રૂપિયા

બોલો! કોના બાપની દિવાળી? રેલવેએ એક ઉંદર પકડવા પાછળ ખરચ્યા 22 હજાર રૂપિયા

માત્ર સમાજમાં રહેતા લોકો જ નહીં પણ દુનિયામાં સૌથી મોટું નેટવર્ક ધરાવનારી રેલવેમાંની એક એવી ભારતીય રેલવે પણ ઉંદરને લઈને ભારે પરેશાન છે. ઉંદરના ત્રાસથી બચવા એક રેલવે એક ડિવીઝનમાં તો સરકારે દરેક ઉંદર પર સરેરાશ 22,300 રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. અને આ ડિવિઝન છે ચેન્નઈ ડિવીઝન. આ ખુલાસો એક RTIમાં થયો છે

ચેન્નઈ ડિવીઝન ઑફિસે આરટીઆઈનો જવાબ આપતાં કહ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ઉંદરોથી ભારે પરેશાન છે. રેલવે સ્ટેશન અને તેના કોચિંગ સેન્ટરમાં પણ ઉંદરો ત્રાસ વર્તાવી રહ્યાં છે. તેનાથી મુક્તિ મેળવવાના પગલા ભરામાં આવી રહ્યાં છે. ડિવીઝન અનુસાર તેમણે મે, 2016થી એપ્રિલ, 2019 સુધીમાં ઉંદર પાછળ 5.89 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

માત્ર 2018-19ની જ જાણકારી આપતાં જણાવ્યું છે કે, 2636 ઉંદરોને પકડવામાં આવ્યા. જેમાંથી ચેન્નઈ સેન્ટ્રલ, એન્નઈ એગ્મોર, ચેંગલપટ્ટૂ, તામબ્રમ અને જોલારપેટ રેલવે સ્ટેશન પર 1715 ઉંદર પકડવામાં આવ્યા છે. જ્યારે રેલવેના કોચિંગ સેન્ટરમાં 921 ઉંદર પકડાયા છે. આ હિસાબે ચેન્નઈ ડિવીઝને એક ઉંદર પકડવા માટે સરેરાશ 22,344 રૂપિયા ખર્ચ કરવા પડ્યા.

ઉંદરોનો ત્રાસ એ હદનો હતો કે તેનાથી પરેશાન રેલવેમાં એક RTI દાખલ કરીને જાણકારી માંગવામાં આવી હતી. રેલવને પૂછવામાં આવ્યું હતું કે, ઉંદરોના ત્રાસથી મુક્ત થવા માટે રેલવે શું પગલાં ઉઠાવી રહી છે અને તેની પર કેટલો ખર્ચ કરી રહ્યા છે? જેની દેશભરથી અલગ-અલગ રેલવે સ્ટેશન અને વિભાગની ડિવીઝન ઓફિસે જાણકારી આપવાની શરૂ કરી. જાણકારી સામે આવી તો તેમાંથી ખુલાસો થયો કે, રેલવે દર વર્ષે ઉંદરો પકડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.