IMFએ ભારતનો જીડીપી અંદાજ ઘટાડી 6.1 ટકા કર્યો

IMFએ ભારતનો જીડીપી અંદાજ ઘટાડી 6.1 ટકા કર્યો

વિશ્વ બેંક બાદ વધુ એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ભારતને ઝટકો

અગાઉ એપ્રિલ માસમાં GDP 7.3 ટકાનો અંદાજ હતો : છ માસમાં અંદાજ ઘટાડવો પડયો

જો કે ચીન અને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર બની રહેશે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા 15 ઓક્ટોબર, 2019, મંગળવાર

નાણાકીય વર્ષ 2019 માટે આઇએમએફએ ભારતના જીડીપીનો અંદાજ 7.3 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. એટલે કે ભારતના જીડીપીના અંદાજમાં 1.2 ટકાનો ઘટાડો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ એપ્રિલમાં જણાવ્યું હતું કે 2019માં ભારતનો જીડીપી 7.3 રહેવાનો અંદાજ છે. જો કે આઇએમએફએ જણાવ્યું છે કે 2020માં ભારતીય આૃર્થતંત્ર સાત ટકાના દરે વિકાસ કરશે. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ વર્લ્ડ બેંકે પણ 2019માં ભારતનો જીડીપી 6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરવામાં આવેલ ઘટાડો, વ્યાજમાં કરેલો ઘટાડો સહિતના આિર્થક સુધારાઓને પગલે આગામી સમયમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળશે.

2018માં ચીનનો જીડીપી 6.6 ટકા રહ્યો હતો. જો 2019માં 6.1 ટકા અને 2020માં 5.8 ટકા રહેવાની શક્યતા છે. આ અગાઉ વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે ફુગાવો  ઓછો છે અને વ્યાજ દર સતત ઘટી રહ્યાં હોવાથી જીડીપી 2021માં 6.9 અને 2022માં 7.20 ટકા થઇ જશે.

આઇએમએફના અંદાજ મુજબ 2020માં ભારતનો જીડીપી સાત ટકા જ્યારે ચીનનો જીડીપી 5.8 ટકા રહેવાની શક્યતા છે. આઇએમએફએ 2019માં વૈશ્વિક આિર્થક વૃદ્ધિના દરનો અંદાજ ઘટાડી 3 ટકા કર્યો છે. 

વિકાસ દરમાં ઘટાડા છતાં ભારત ચીનની સાથે સંયુક્તપણે સૌથી ઝડપથી વિકાસ પામતું આૃર્થતંત્ર બની રહેશે. વૈશ્વિક આિર્થક વૃદ્ધિ દરના સંદર્ભમાં આઇએમએફએ જણાવ્યું છે કે 2019માં વૈશ્વિક આિર્થક વૃદ્ધિ દર ત્રણ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

જેનું મુખ્ય કારણ વેપાર પ્રતિબંધો અને ભૂરાજકીય તંગદિલીમાં વધારો છે. આઇએમએફના મુખ્ય આૃર્થશાસ્ત્રી ભારતીય મૂળના અમેરિકન ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે 2017ની સરખામણીમાં વૈશ્વિક આિર્થક વિકાસ દર ખૂબ જ ઓછો છે જે એક ગંભીર બાબત છે.