થાપણદારોને મળશે રાહત : બેંક ડૂબશે તો 90 દિવસમાં જ મળશે ખાતામાં જમા રકમ, સરકાર ટૂંક સમયમાં નિયમમાં સુધારો કરશે

થાપણદારોને મળશે રાહત : બેંક ડૂબશે તો 90 દિવસમાં જ મળશે ખાતામાં જમા રકમ, સરકાર ટૂંક સમયમાં નિયમમાં સુધારો કરશે

  • સરકાર ડિપોઝીટ ઈન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં ફેરફાર કરવાની યોજના ધરાવે છે
  • બજેટ,2021માં રૂપિયા 5 લાખ સુધી બેંક ડિપોઝીટ ઈન્સ્યોર્ડ કરવાની જાહેરાત કરી હતી

જે બેંકમાં તમારા નાણાં જમા છે તે બેંક નાદાર થાય અને તમને નાણાં ઉપાડતા અટકાવવામાં આવે તો તમારી રૂપિયા 5 લાખ સુધીની મૂડી સલામત રહેશે, જે તમને 90 દિવસમાં જ પરત મળી શકે છે. હકીકતમાં સરકાર ડિપોઝીટ ઈન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)એક્ટમાં ફેરફાર કરવાની યોજના ધરાવે છે.

બજેટ 2021માં કવરેજ વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવ્યું હતું
DICGC એક્ટમાં આ ફેરફાર કરવાના સંજોગોમાં ડિપોઝીટરને ઘણી રાહત મળી શકશે, કારણ કે તેમને નિયત સમયમાં પોતાના રૂપિયા લાખ સુધીની થાપણો પરત મળી જશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બેંક ડૂબવાના સંજોગોમાં DICGCના કવર પ્રમાણે થાપણદારોને તેમના નાણાં નિયત સમયમાં સરળતાથી મળી જશે. તેમણે વર્ષ 2021ના બજેટમાં આ અંગે જાહેરાત કરી હતી કે બેંકોમાં જમા એક લાખ રૂપિયાને બદલે રૂપિયા 5 લાખ રૂપિયા સુધીની રકમ હવે DICGC એક્ટ હેઠળ ઈન્સ્યોર્ડ રહેશે.

પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટીંવ બેંકોમાં છેતરપિંડી બાદ બજેટમાં જાહેરાત કરવામાં આવી
​​​​​​​
નાણાંમંત્રી દ્વારા બજેટમાં આ અંગે જાહેરાત પંજાબ એન્ડ મહારાષ્ટ્રની કોઓપરેટીવ બેંકોમાં થયેલી છેતરપિંડી બાદ થઈ હતી. ત્યારબાદ યસ બેંક પણ નાણાકીય સંકટમાં ફસાઈ ગઈ હતી, ત્યારબાદ યસ બેંકમાં દૈનિક ઉપાડની મર્યાદા લાગૂ કરવામાં આવી હતી.

DICGC રિઝર્વ બેંકની કંપની છે,જે દરેક થાપણદારના બચત, ચાલુ, રિકરિંગ અને ફિક્સ્ડ ડિપોઝીટર (FD)અકાઉન્ટમાં જમા 5 લાખ રૂપિયાને સુરક્ષિત રાખે છે. જો કોઈ બેંક ડિફોલ્ટ થાય છે તો તેના દરેક થાપણદારને 5 લાખ રૂપિયા સુધીની રકમ (મૂળ રકમ અને વ્યાજ) DCGC જમા કરશે.​​​​​​​

મે,1993 અગાઉ રૂપિયા 30,000 સુધીની રકમ પરત મળવાની ગેરંટી હતી
મે,1993 અગાઉ બેંક થાપણદારને તેના બેંક ખાતામાં જમા રૂપિયા 30,000 સુધીની રકમ જ પરત મળવાની ગેરંટી હતી. વર્ષ 1992માં થયેલા સિક્યોરિટી સ્કેમને પગલે મહારાષ્ટ્રની બેંક ઓફ કરોડની નાદારી થયા બાદ ઈન્સ્યોર્ડ ડિપોઝીટની રકમને વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની કમિટી ઓન કસ્ટમર સર્વિસ આ બેંકની વર્ષ 2011માં આવેલા અહેવાલમાં બેંક ડિપોઝીટની સિક્યોરિટી કવરને વધારીને રૂપિયા પાંચ લાખ કરવા અંગે સૂચન આપવામાં આવ્યુ છે.

( Source – Divyabhaskar )