વેગન ડાયટ છે શું? શા માટે લોકો આ ડાયટ પાછળ ઘેલા થવા લાગ્યા છે, જાણો સંપૂર્ણ માહિતી

વેગન ડાયટ છે શું? શા માટે લોકો આ ડાયટ પાછળ ઘેલા થવા લાગ્યા છે, જાણો સંપૂર્ણ માહિતી

આજકાલ વેગન ડાયટનો વાયરો વાઈ રહ્યો છે. વેગન ડાયટમાં પ્રાણીઓના માંસ કે દૂધમાંથી તૈયાર થનાર ચીજવસ્તુઓ સામેલ હોતી નથી. આ ડાયટમાં પશુઓને મારીને બનાવવામાં આવેલી કોઈ પણ ચીજ પછી તે કાપડ, ફૂડ કે બીજી કોઈ ચીજ હોય તેનો ઉપયોગ કરાતો નથી. વેગન ડાયટમાં ફક્ત છોડ આધારિત ભોજનને સામેલ કરાય છે તે ઘણા પ્રકારના ચેપથી બચાવે છે અને વજન ઓછું કરવામાં મદદરૂપ છે. તેમાં છોડવા અને તેમાંથી મળેલ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનાજ દાળ, ફળ, શાકભાજી, સલાડ વગેરેનો સમાવેશ થાય છે. વેગનિઝમ એટલે કે ચુસ્ત શાકાહાર તે આરોગ્ય અને પશુ કલ્યાણ વિશે જોડાયેલ છે. છોડ આધારિત ભોજનની ચળવળ ચાલી રહી છે, લોકો પૃથ્વી ગ્રહ ના બચાવ માટે માંસને બદલે શાકાહાર અપનાવી રહ્યાં છે. વિશ્વમાં ૧૫ ટકા ગ્લોબલ ગ્રીનહાઉસ પશુઓ પેદા કરે છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર આબોહવા કટોકટીને પગલે વેગનિઝમ નામની નવી ધારણા ઊભી થઈ છે. બ્રિટનમાં પશુ પેદાશ માટે છોડ આધારિત પૂરક આહારના વેચાણનું ગત ૨ વર્ષમાં ૩૧ ટકા વધ્યું છે. ફોક્સ એનિમલ પ્રોડક્ટસમાં ૨૦૧૯માં વધારો થયો છે. ઇમ્પોસિબલ ફૂડ્સ ફઆઉન્ડર પેટ બ્રાઉન કે જેઓ સ્ટેન્ડ ફોર્ડ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર છે. ૨૦૩૫ સુધીમાં પોતાનો છોડ આધારિત સબસ્ટિટયૂટને પોતાનો કારોબાર બનાવવા માંગે છે. વિગન ફૂડ માંસાહારનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે તે વિશે સંશોધકો એકમત છે.

આબોહવા માટે તારણહાર ।  આઈપીસીસી અને જોન હોપકિન્સ સેન્ટર ફોર એ લાઇવેબલ ફ્યૂચર સહિતના સંખ્યાબંધ રિપોર્ટમાં આપણા ભોજનમાંથી પશુ ચીજવસ્તુઓ પર કાપ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

વેગન ડાયટના ફાયદાઓ । આ ભોજનમાં બ્લડ સુગર વધારનાર કોઈ પદાર્થ મોજૂદ હોતા નથી તેથી તમારં ભોજન હંમેશાં નિયંત્રિત રહે છે. સાથે આ ભોજનમાં તમે જટિલ કાર્બોહાઇડ્રેટ વધારે માત્રામાં ગ્રહણ કરે છે જેનાથી હાઇબ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે.

ડિપ્રેશનમાંથી છુટકારો । વેગન ભોજનમાં ફળ, શાકભાજી અને નટ્સ વધારે હોય છે જેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને ઓમેગા ૩ મળે છે. તેને કારણે ડિપ્રેશનની સમસ્યા દૂર થઈ જાય છે.

પાચનક્રિયા ચુસ્ત દુરસ્ત કરે છે । વેગન ડાયટનો સૌથી મોટો ફાયદો એ હોય છે તેમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને ખાધેલું સરળતાથી પચી જાય છે. વેગન ભોજનમાં જો કેળા, બદામ અને શક્કરિયા જેવી ચીજો સામેલ કરાય તો તેનાથી સારી ઊંઘ આવે છે. અનિદ્રાથી બીમારીથી પીડિત લોકોએ ડાયટ ફોલો કરવું જોઈએ.

કુદરતી ભોજન । આજકાલ માંસમાં ભેળસેળથી માંડીને આબોહવાની કૃષિ પર અસર સુધીની તમામ બાબતો ચર્ચાની ચગડોળે છે. વધારેમાં વધારે લોકો વિગન ડાયટ તરફ વળી રહ્યાં છે. પરંતુ તે ઉપરાંત પર્યાવરણીય અનુકૂળ થાય તે રીતે ભોજન કરવાની બીજી પણ રીતો છે. ફ્રી રેન્જ મીટ પ્રોડક્સ આજકાલ સામાન્ય બની રહ્યા છે.૧૯૭૦ અને ૧૯૮૦ માં શાકાહારી હોવું અને ખાસ કરીને ચુસ્ત શાકાહારી હોવું- પશુ પ્રોડક્ટસમાંથી સંપૂર્ણપણે દૂર રહેવું જેવા કે દૂધ અને ઈંડા. આજકાલ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર વિશ્વભરમાં વેગન ભોજનની હોટલો બની રહી છે.  કુદરતી ભોજન માંસાહાર કરતાં અનેક ગણું પૌષ્ટિક અને સાત્ત્વિક હોય છે.

વેગન ડાયટ ત્રણ પ્રકારના હોય છે

  1. હોલ વ્હીટ વેગન ડાયટ
  2. રો ફૂડ વેગન ડાયટ
  3. થ્રાઈવ ડાયટ

બિયોન્ડ મીટ કમિશન્ડ લાઇફ સાયકલ એસેસમેન્ટમાં એવો દાવો કરાયો છે કે વટાણા કે મુંગ બીન, નારિયેળના તેલ, બીરૂટના રસમાં તૈયાર થયેલ ફોક્સ બર્ગર, સોસેજમાં ૯૦ ટકા ઓછા કાર્બન ઉત્સર્જનની જરૂર પડે છે. તેમ છતાં પણ માંસના વિકલ્પો પ્લાન્ટ પ્રોટીનના અનપ્રોસેસ્ડ સોર્સ કરતા પાંચ ગણો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. સાનફ્રાન્સિસકો સ્થિત બ્રાન્ડ જસ્ટ છેલ્લા પાંચ વર્ષથી માસ અને બીજા પ્રાણી પેદાશના વિકલ્પ તરીકે પ્લાન્ટ આધારિત વૈકલ્પિક આહાર પૂરો પાડી રહ્યા છે.

વજન ઘટાડવામાં અસરકારક

વજન ઘટાડવા માટે વેગન ડાયટ એક સારો વિકલ્પ છે. જ્યારે તમે વેગન ભોજનનું સેવન કરો છો ત્યારે તમારે એવા ઘણા ભોજન તમારા જીવનમાંથી હટાવવા પડે છે જે વજન વધારવા માટે જવાબદાર હોય છે. જેવા કે પ્રોસેસ્ડ ફૂડ, હાઇ ફેટ ડેરી પ્રોડક્ટ, હાઇ ફેટ પ્રોટીન વગેરે.  આ ભોજનના સેવનથી નિશ્ચિત રીતે વજન ઘટી શકે છે.

કાર્બન અને પાણીની અસર

છોડ આધારિત ભોજન લેવાથી કાર્બન ફૂટપ્રિન્ટ અને પાણીનો ઓછો ઉપયોગ થાય છે. યુએન ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનું એવું અનુમાન છે કે માંસ ઉદ્યોગ પાંચમા ભાગનો માનવ ર્સિજત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરે છે. આ રીતે તે આબોહવા ફેરફારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈજ્ઞા।નિકોનું એવું કહેવું છે કે ફક્ત એક કિલોગ્રામ ગૌમાંસ પેદા કરવા માટે ૧૩,૦૦૦ થી ૧૫,૦૦૦ લિટર પાણી જોઈએ છે. તાજેતરના સમયમાં નેધરલેન્ડમાં ગૌમાંસ તરીકે ઘોડાનું માંસ વેચાઈ રહ્યું હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. યુરોપિયન લોકો આજકાલ માંસનો ઉપયોગ ઘટાડી રહ્યા છે. જર્મનીમાં ૧.૩ મિલિયન વિગન ફૂડ તરફ વળ્યા છે. જર્મની નવા પ્રોડક્ટ્સને દાખલ કરી રહી છે. નવા વેગન પ્રોડક્ટ્સની સંખ્યા ૨૦૧૩ કરતાં ત્રણ ગણી વધારે છે. ૯૮ ટકા ઓછા પાણી, ૮૬ ટકા જમીન અને ૯૩ ટકા ઓછા કાર્બન ફૂટપ્રિન્ટનો ઉપયોગ કરે છે. ગ્લોબલ ચેઇનમાં વિગન મીટનો વધી રહેલો ઉપયોગ વૈશ્વિક રોકાણની માગના જવાબને અનુરૂપ છે.

વેગન ડાયટની સમસ્યા

વેગન ડાયટનું સૌથી મોટું નુકસાન એ છે કે જો તેને યોગ્ય રીતે ફોલો ન કરવામાં આવે તો તેનાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળી શકત્ં નથી. ખાસ કરીને તેનાથી શરીરને કેલ્શિયમ મળી શકતું નથી. આ ભોજનમાં એનિમલ બેસ્ડ ફૂડનું સેવન પ્રતિબંધિત હોય છે તેથી શરીરને વિટામિન બી ૧૨ અને વિટામિન ડીનો લાભ મળી શકતો નથી. વેગન ડાયટને ફોલો કરનાર લોકોમાં આયર્ન અને ઓમેગા ૩ ફેટી એસિડની અછત સર્જાય છે.