અહીંયા મૃત્યુનું ટ્રાયલ થાય છે જેથી લોકો જીવનનો પાઠ શીખી શકે

અહીંયા મૃત્યુનું ટ્રાયલ થાય છે જેથી લોકો જીવનનો પાઠ શીખી શકે

એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ તેના મૃત્યુની નજીક આવે ત્યારે જીવનને શ્રેષ્ઠ રીતે સમજી શકે છે. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયામાં રહેતા લોકોને તેમના અંતિમ સંસ્કારનો અનુભવ કરવા માટે મફત સેવા આપવામાં આવી રહી છે. 2012થી અત્યાર સુધી 25000થી વધુ લોકોએ દક્ષિણ કોરિયાના હાયવોન હીલિંગ સેન્ટર કોરિયામાં માસ ફ્યુનરલ દ્વારા તેમના મૃત્યુનો અનુભવ કર્યો છે. આનાથી ઘણા લોકોનું જીવન સુધારવામાં મદદ મળી છે.

સૂત્રો મુજબ 75 વર્ષીય ચો-જા-હેએ હાયવોન હીલિંગ સેન્ટરમાં પણ તેમના અંતિમ સંસ્કારનો અનુભવ કર્યો છે. તેમનું માનવું છે કે તેમના મૃત્યુ અંગે સભાન બન્યા પછી જીવન પ્રત્યે લોકોનો અભિગમ બદલાઇ જાય છે. ચો-જા-હેએ આ સંસ્થાના ‘ડાઇંગ વેલ’ કાર્યક્રમ દરમિયાન તેમના અંતિમ સંસ્કારનો અનુભવ કર્યો હતો.

આ કાર્યક્રમમાં કિશોરથી લઈને નિવૃત્ત લોકો સુધી ઘણા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન શબપેટીની અંદર 10 મિનિટ ગાળવાનો અનુભવ લોકોને આંચકો આપતો હતો. આ સિવાય દરેક લોકોએ તેની ઇચ્છા પર સહી પણ કરી હતી અને તેની અંતિમ વિધિની તૈયારીઓના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.

કોલેજના વિદ્યાર્થી 28 વર્ષીય ચોઇ જિન-ક્યૂએ શબપેટીની અંદર હતા તેમણે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે તે ઘણી વખત અન્ય લોકો સાથે સ્પર્ધા કરે છે, પરંતુ શબપેટીમાં પ્રવેશ્યા પછી તે બધું અસફળ જણાય છે. જીવનમાં લોકોની ઇર્ષ્યા અને પ્રતિસ્પર્ધાથી કંઇ મેળવવાનું નથી.

આર્થિક સહકાર અને વિકાસ સંગઠનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે બેટર લિવિંગ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 40 દેશોમાંથી સાઉથ કોરિયા 33મા ક્રમે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર 2016માં દક્ષિણ કોરિયામાં 100,000 લોકો દીઠ 20.2નો આપઘાત થયો હતો. જ્યારે વૈશ્વિક સરેરાશ તેમાંથી લગભગ અર્ધ એટલે કે 10.53 હતી.

ફ્યુનરલ કંપની હ્યુવનના વડા જેઓંગ યોંગ-મુને જણાવ્યું હતું કે તેમની સંસ્થાએ લોકોને જીવનનું મહત્વ સમજાવવા માટે નિ: શુલ્ક અંત્યેષ્ટિ યોજવાનું શરૂ કર્યું. આના દ્વારા લોકો તેમના પરિચિતો મિત્રો અને પરિવારના સભ્યોની માફી માંગીને ફરીથી વધુ સારા સંબંધો બનાવી રહ્યા છે.

મુને કહ્યું કે આપણે આ દુનિયામાં કાયમ નથી તેથી આ અનુભવ મહત્વપૂર્ણ છે. મુન તે લોકોને પ્રાધાન્ય આપે છે કે જેમણે તેમના જીવનકાળમાં કોઈક વાર આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હોય. આ લોકો જીવન સાથે સુમેળ કરીને તેમના બાકીના જીવનને સુધારી શકે છે.