જર્મનીના મ્યુઝિયમમાંથી રૂ. ૭,૮૯૫ કરોડના ખજાનાની ચોરી થતાં ચકચાર

જર્મનીના મ્યુઝિયમમાંથી રૂ. ૭,૮૯૫ કરોડના ખજાનાની ચોરી થતાં ચકચાર

।  ડ્રેસડેન ।

વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીની ઘટના જર્મનીના ડ્રેસડેન શહેરના એક મ્યુઝિમમાં થઈ છે. સોમવારે વહેલી સવાર ડ્રેસડેન શહેરના વિશ્વવિખ્યાત મ્યુઝિયમના ગ્રેન વોલ્ટમાં ૧૮ મી સદીના રત્ન-આભૂષણોની ચોરી થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો. ચોરાયેલ રત્ન-આભૂષણોની કિંમત ૭,૮૯૫ કરોડ આંકવામાં આવી છે અને તે વિશ્વવિખ્યાત છે.વહેલી સવારે ચોરો બારી તોડીને મ્યુઝિયમમાં ઘુસ્યા હતા અને ત્યાંની અંદરનો પાવર સપ્લાય કાપી નાખ્યો હતો. અંદર ઘુસીને ચોરોએ ત્રણ રત્નોની ચોરી કરી લીધી હતી. આ તમામ આભુષણો ૧૮ મી સદીના શાસક ફેડરીક ઓગસ્ટ દ્વારા મ્યુઝિમમાં જમા કરાવવામાં આવ્યાં હતા.

મ્યુઝિયમ નિષ્ણાંતોના કહેવા અનુસાર ચોરાયેલી વસ્તુઓ અમૂલ્ય છે અને તેને કદી પણ ન વેચી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં મ્યુઝિયમ ડિરેક્ટર મેરીઅને એવું જણાવ્યું કે આ ઘટનાની અમને ભારે આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે ચોરો ગ્લાસ કેબિનેટને તોડીને અંદર આવ્યાં હતા અને આભુષણોનો ત્રણ સેટ ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરાયેલ આભૂષણોનો સેટ ૧૮ મી સદીનો અમૂલ્ય છે. ૧૮ મી સદીમાં ધ સ્ટ્રોંગ, ઈલેક્ટર ઓફ સક્નોની અને પાછળથી  પોલેન્ડના રાજા બનેલા ઓગસ્ટે આ કલેક્શન મ્યુઝિમમાં જમા  કરાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે બે ચોર મ્યુઝિયમની અંદરના સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા અને ગેટવે કારમાં ફરાર થયા હતા. પોલીસે શહેરની નાકાબંધ કરીને ચોરની શોધખોળ આદરી હતી પરંતુ કંઈક વળ્યું ન હતું. મ્યુઝિમ નજીકથી એક બળેલી હાલતમાં વાહન મળી આવ્યું હતું. પોલીસે વાહન માલિકને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ચોરની ઉંમર બહુ નાની હોવાનું પોલીસને માલૂમ પડયું હતું કારણ કે તેઓ મ્યુઝિમની ખૂબ નાની બારી તોડીને અંદર દાખલ થયા હતા.