પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન ટોચ ઉપર, ભારત ૮૪માં ક્રમે

પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન ટોચ ઉપર, ભારત ૮૪માં ક્રમે

૨૦૧૯માં ભારતનો પાસપોર્ટ ૮૨માં સ્થાને હતો

પાકિસ્તાન સૌથી નીચેના સ્તરની પાસપોર્ટ યાદીમાં ચોથા ક્રમે

દુનિયામાં સૌથી પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં ભારતનો પાસપોર્ટ બે અંક નીચે ઉતરીને ૮૪માં સ્થાને પહોંચ્યો છે. ભારતની સ્થાને તઝાકિસ્તાન પણ ૮૪મો ક્રમ ધરાવે છે. આમ તો ભારતનો પાસપોર્ટ ધરાવનારાઓએ ૫૮ દેશોમાં વીઝા લેવાની જરુર પડતી નથી પરંતુ ૨૦૧૯માં ભારતનો પાસપોર્ટ ૮૨માં સ્થાને હતો તેમાં થોડો ઘટાડો નોંધાયો છે. મોસ્ટ પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ ક્રમે જયારે પાકિસ્તાન સૌથી નીચેના સ્તરની પાસપોર્ટ યાદીમાં ચોથા ક્રમ ધરાવે છે. 

ઇન્ટરનેશનલ એર ટ્રાંસપોર્ટ ઇન્ડેક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ જે પાસપોર્ટધારકને વિઝા લીધા વિના કેટલા દેશોમાં પ્રવેશ મળે છે તેના આધારે રેન્કિંગ નકકી થાય છે.જાપાનનો પાસપોર્ટ સોથી પાવરફૂલ હોવાથી આ પાસપોર્ટ સાથે રાખીને ૧૯૧ દેશોની વિઝા વિના પ્રવાસ કરી શકાય છે. વિઝા એન્ટ્રી ફ્રી ધરાવતા પાસપોર્ટના દેશોની યાદીમાં સિંગાપોર -૧૯૦, જર્મની અને દક્ષિણ કોરિયા ૧૮૯,ઇનલેન્ડ અને ઇટાલી ૧૮૮ અને ડેનમાર્ક,સ્પેનનો ૧૮૭ દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે. 

ભારતના પાસપોર્ટ ધારકો ભૂટાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મકાઉ, માલદિવ,મ્ યાનમાર, નેપાળ, મોરિશિયસ,સેશલ્સ, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, ઇરાન, કતાર સહિતના દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. જો કે ભારત માટે કેટલાક દેશોમાં વીઝા ઓન એરાઇવલની પણ જરુર પડે છે. જે દેશોના પાસપોર્ટની નીચા ક્રમની યાદી છે તેમાં અફઘાનિસ્તાન, ઇરાક અને સીરિયા પછી પાકિસ્તાન અને સોમાલિયાનો પણ સમાવેશ થાય છે.