શું ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાંથી જતી રહેશે રાષ્ટ્રપતિની ખુરશી? અમેરિકામાં તડામાર તૈયારીઓ શરૂ!

શું ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાંથી જતી રહેશે રાષ્ટ્રપતિની ખુરશી? અમેરિકામાં તડામાર તૈયારીઓ શરૂ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ સંસદના નીચલા ગૃહમાં ચાલી રહેલા મહાભિયોગની કાર્યવાહીને ઉપલા ગૃહ સેનેટ મોકલવાના પક્ષમાં સાંસદોએ બુધવારના રોજ વોટિંગ કર્યું. સત્તાનો દુરૂઉપયોગ અને સંસદના કામમાં અવરોધ ઉભો કરવાના આરોપમાં ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ હવે સેનેટમાં ચાલશે. સેનેટમાં મહાભિયોગની કાર્યવાહી 21મી જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે તેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કરશે. ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી સેનેટમાં ચલાવાના પક્ષમાં 228 સાંસદોએ જ્યારે વિપક્ષમાં 193 સાંસદો વોટિંગ કર્યું.

ચલા સદનમાં સાત મહાભિયોગ પ્રબંધકોની નિમણૂક કરી છે, જે ડેમોક્રેટ્સની તરફથી ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવા માટે ચર્ચા કરશે. આ પ્રબંધકોની નિમણૂક નીચલા ગૃહના સ્પીકર નૈંસી પેલોસીએ કરી છે. આપને જણાવી દઇએ કે 438 સભ્યવાળા નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સનો દબદબો છે. ગૃહે 18મી ડિસેમ્બરના રોજ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ ચલાવાની મંજૂરી આપી હતી. અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના ઇતિહાસના ત્રીજા એવા રાષ્ટ્રપતિ છે જેમની વિરૂદ્ધ મહાભિયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.

સેનેટમાં રિપબ્લિકનનો દબદબો, ટ્રમ્પને હટાવા મુશ્કેલ

જો કે સેનેટમાં રિપબ્લિક સાંસદોનું નિયંત્રણ છે, એવામાં એ વાતની સંભાવના ખૂબ જ ઓછી છે કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાશે. નિષ્ણાતો માની રહ્યા છે કે ટ્રમ્પની સત્તા પણ હાલ સુરક્ષિત રહેશે કારણ કે મહાભિયોગની પ્રક્રિયા નીચલા ગૃહમાં પૂરી થયા બાદ પણ રિપબ્લિક બહુમતવાળી સેનેટમાંથી તેને પસાર કરાવું મુશ્કેલ છે. ટ્રમ્પ એક જ સૂરતમાં હટી શકે છે જ્યારે કમ સે કમ 20 રિપબ્લિકન સાંસદ તેમની વિરૂદ્ધ વિદ્રોહનો ઝંડો ઉઠાવી લો. હાલ તેની ગુંજાઇશ ખૂબ જ ઓછી છે.

ટ્રમ્પ પર લાગ્યો છે આ આરોપ

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત પ્રતિદ્વંદી જે બિડેન અને તેના દીકરાની વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે યુક્રેનની સરકાર પર દબાણ બનાવ્યું. બિડેનના દીકરા યુક્રેનની ઉર્જા કંપનીમાં મોટા અધિકારી છે. ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કીની વચ્ચે થયેલ કથિત ફોન વાર્તા મહાભિયોગ માટે એક મહત્વનો પુરાવો છે.

‘ચૂંટણી પહેલાં ટ્રમ્પની છબીને નુકસાન પહોંચાડવાનો હેતુ’

બીજીબાજુ વ્હાઇટ હાઉસે આશા વ્યકત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાભિયોગની પ્રક્રિયાને સરળતાથી પાર કરી લેશે. ચીનની સાથે મંગળવારના રોજ ટ્રેડ ડીલ સાઇન કરતાં સમયે ટ્રમ્પે તેમને મહાભિયોગને માત્ર એક અફવા ગણાવી અને કહ્યું કે તેની કોઇ અસર થશે નહીં. ટ્રમ્પના કેમ્પેઇન મેનેજર બ્રૈડ પાર્સકલે કહ્યું કે ચૂંટણીની બરાબર પહેલાં આ ટ્રમ્પની રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો એક પ્રયાસ છે.