જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ગયા સમજો, વિદેશ જવાનું સપનું રોળાઈ શકે છે

જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ગયા સમજો, વિદેશ જવાનું સપનું રોળાઈ શકે છે

ભારતમાં દિવસે દહાડે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેના પર અંકુશ મેળવવા ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ આકરા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા હતાં. તેમ છતાંયે ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે વધુ એક આકરો નિર્ણય લેવાયો છે.

હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને એ લોકોને જે વિદેશ જવા ધારે છે. આ લોકોના ટ્રાફિકના નિયમો તોડવા પર પાસપોર્ટ અને વીઝા બંને રદ થઇ શકે છે.

પંજાબના લુધિયાણામાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા લુધિયાણાના પોલીસ કમિશ્નર દ્વારા પહેલ કરવામાં આવી છે. જે લોકો હવે વિદેશમાં જવા માટે ઇચ્છુક છે અને જો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે. કારણ કે ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારના પાસપોર્ટ રદ કરવાની ચળવળ લુધિયાણા પોલીસે શરૂ કરી છે.

આ ઉપરાંત લુધિયામાં ગેરકાયદેસર કબજા વિરૂદ્ધ પણ પોલીસે ચળવણ શરૂ કરી છે, જેના હેઠળ એક દિવસમાં જ 29 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.

લુધિયાણાના પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ટ્રાફિકની સમસ્યા લુધિયાણામાં મોટી સમસ્યા છે, જેને ધ્યાનમાં પોલીસે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પાસપોર્ટ અને હથિયાર ઉપરાંત લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે.

અગ્રવાલે કહ્યું હતું કે, દૂતાવાસો દ્વારા પણ પંજાબ પોલીસ સાથે આ સંબંધમાં કાર્યવાહી કરીને ડેટા એકત્ર કરવામાં આવશે. જે લોકો અહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમને વિદેશ જવાના વીઝા મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.