અમિત શાહની ‘વાણિયા બુદ્ધી’, રાતોરાત ભેગા કરી નાખશે 1 લાખ કરોડ રૂપિયા

અમિત શાહની ‘વાણિયા બુદ્ધી’, રાતોરાત ભેગા કરી નાખશે 1 લાખ કરોડ રૂપિયા

કેન્દ્ર સરકાર શત્રુ સંપત્તિઓ વેચીને એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા ભેગા કરશે. આ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સંપત્તિઓને 1962ના ચીન સાથે તથા 1965 અને 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ બાદ જપ્ત કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહના મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર પાસે હાલ એક લાખ કરોડથી વધારેની કિંમતની 9406 શત્રુ સંપત્તિઓ, હજારો કરોડના શત્રુ શેર તથા 38 લાખ રૂપિયાનીએ કિંમતના સોના-ચાંદીના દાગીનાઓનો સમાવેશ થાય છે.

શત્રુ સંપત્તિઓ એટલે શું?

1962ના ચીન સાથેના અને 1965 અને 1971ના પાકિસ્તાન સાથે અનેક લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા ચીન નાસી ગયા હતાં. આ સાથે જ તેમણે પોતાની ભારતીય નાગરિકતા પણ જતી કરી. પરંતુ તેમની સંપત્તિ ભારતમાં રહી ગઈ હતી. આ સંપત્તિઓ વર્ષોથી પડતર હાલતમાં છે. માર્ચ 2019માં મંત્રિમંડળે ‘કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઈન્ડિયા અંતર્ગત શત્રુ સંપત્તિ વેચવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી  હતી. હવે અમિત શાહના ગૃહમંત્રાલયે આ દિશામાં સક્રિયતા દાખવી છે.

ભારતમાં ક્યાં ક્યાં છે આ સંપત્તિઓ

પાકિસ્તાનની 9280 સંપત્તિઓ તથા 126 સંપત્તિઓ ચીનના નાગરિકો છોડીને ગયા હતાં. ભારત છોડીને પાકિસ્તાનની નાગરિકતા સ્વિકારનારા લોકો સ્વારા છોડવામાં આવેલી 4991 સંપત્તિઓ ઉત્તર પ્રદેશમાં, 2735 પશ્ચિમ બંગાળમાં તથા 487 દિલ્હીમાં છે.  જ્યારે કેટલીક ગુજરાતમાં પણ છે. તો ચીની નાગરિકોની સૌથી વધુ 57 સંપત્તિઓ મેઘલયમાં, 29 પશ્ચિમ બંગાળમાં અને અસમમાં 7 સંપત્તિઓ છે.

સરકાર કેમ વેચવા માંગે છે આ સંપત્તિ

કેન્દ્ર સરકાર આ સંપત્તિઓને વેચવાનો પ્રયાસ કરી રહી છે. ગત વર્ષે સરકારે 6.5 કરોડથી વધુ શત્રુ શેરને વેચવા માટે એક સમિતિની રચના કરી હતી. તેને વેચીને સરકારે 1874 કરોડ રૂપિયા મેળવ્યા હતાં. જેમાં આઈએડી કંપની વિપ્રોમાં 1150 કરોડ રૂપિયાના 4.45 કરોડ શેર વેચવામાં આવ્યા હતાં. તેવી જ રીતે અન્ય અચલ સંપત્તિઓ વેચીને સરકાર 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. આમ મંદ પડેલી અર્થવ્યવસ્થાને આ નિર્ણયથી વેગ મળશે.