અમદાવાદ / પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા, રાજીવ રંજન સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ

અમદાવાદ / પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા, રાજીવ રંજન સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ

સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી.

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.