અમદાવાદના રસ્તા પર ટ્રમ્પ વિશ્વની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર ‘ધી બીસ્ટ’માં ફરશે, ખાસ અમેરિકાથી આવશે

અમદાવાદના રસ્તા પર ટ્રમ્પ વિશ્વની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર ‘ધી બીસ્ટ’માં ફરશે, ખાસ અમેરિકાથી આવશે

  • એરપોર્ટથી હોટલ, હોટલથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધી આશ્રમ કારમાં ફરશે ટ્રમ્પ
  • રૂ.10 કરોડની ધી બીસ્ટ કાર વિવિધ ટેક્નોલોજી અને હથિયારોથી સજ્જ
  • અમદાવાદમાં ટ્રમ્પને ફરવા માટે ખાસ ધી બીસ્ટ કાર અમેરિકાથી લાવવામાં આવશે

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 23-24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ટ્રમ્પના કાર્યક્રમની સાથે તેમની સુરક્ષા માટેની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રમ્પને ફરવા માટે ખાસ ધી બીસ્ટ કાર પણ લાવવામાં આવશે. બૂલેટ પ્રૂફ તથા તમામ દ્રષ્ટિએ સુરક્ષિત બીસ્ટ કારમાં ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી તથા મોટેરા સ્ટેડિયમથી ગાંધી આશ્રમ અને હોટલ સુધી આ ગાડીમાં ફરશે. ટ્રમ્પની આ બીસ્ટ કાર અમદાવાદના રસ્તાઓ પર સરળતાથી ફરી શકે તે માટે રૂપિયા 50 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે.

ધી બીસ્ટ કારની વિશેષતા

  • કારના ટાયર કેવલાર કોટેડ બનાવ્યા છે. જેથી ટાયરમાં ક્યારેય પંચર પડતું નથી. જો પંચર થાય તો ટાયરના સ્ટીલ રીમને એટલા મજબૂત બનાવ્યા છે કે કાર આરામથી ચાલી શકે છે.
  • કારની વિન્ડો 5 ઇન્ચ જાડી અને બૂલેટ પ્રૂફ
  • કારનો દરવાજા 5 ઇંચ જાડો અને સુરક્ષિત
  • કાર પર જો કેમિકલ અટેક થાય તો પણ અંદર બેસેલા લોકોને કોઈ નુકસાન થશે નહીં તેવી સિસ્ટમ
  • કારના આગળના ભાગમાં ઇન્ફ્રા રેડ કેમરો
  • ગોળીબાર અને હથિયારોથી હુમલો થાય તો પણ કારને કોઈ અસર થતી નથી.
  • આ કાર બુલેટ પ્રૂફ અને ગ્રેનેડ પ્રૂફ છે, બ્લાસ્ટ થાય તો પણ કોઈ અસર થતી નથી.
  • કાર અનેક હથિયારથી સજ્જ, જે કોઈ પણ હુમલાનો જવાબ આપી શકે છે
  • કાર બનાવવા પાછળ 1.5 મિલિયન ડોલર (આશરે 10 કરોડ રૂપિયા)નો ખર્ચ થયો
  • કારની લંબાઈ 18 ફૂટ, ઊંચાઈ 5.10 ઇંચ
  • કારમાં 6.5 લીટર ડીઝલ એન્જિન
  • માત્ર 15 સેકન્ડમાં 0થી 100 સુધીની સ્પીડ પકડે છે.
  • માત્ર ડ્રાઇવર વિન્ડો ખુલે છે એ પણ 3 ઇંચ સુધી
  • ફ્યુઅલ ટેન્કમાં ક્યારેય બ્લાસ્ટ થતો નથી.
  • કારની અંદર એક સેટેલાઇટ ફોનની પણ સુવિધા
  • કારમાં મેડિકલ સુરક્ષાની તમામ સુવિધાઓ ઉપલ્બધ

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ કારમાં ફરતા હતા
ટ્રમ્પ તેમની કૈડિલેક લિમો એટલે કે ધી બીસ્ટ કારમાં અમદાવાદમાં ફરવાના છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આ કારનો ઉપયોગ કરતા હતા. ટ્રમ્પ જે કારમાં અમદાવાદમાં ફરવાના છે તે ધી બીસ્ટ કાર કોઈ આર્મીની કારથી કમ નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ધી બીસ્ટ કાર દુનિયાની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર માનવામાં આવે છે. એટલું જ નહીં,. સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં વિવિધ ટેક્નોલોજી સહિતની સુરક્ષાઓ છે. વ્હાઇટ હાઉસમાં આવી 10થી વધુ કાર સામેલ કરવામાં આવે છે, અને દરેક કાર પાછળ 1.5 મિલિયન ડોલર એટલે કે આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.