ભારતીય ટેક્સી ડ્રાઇવરે વૃદ્ધ મહિલાને મોટા કૌભાંડથી બચાવતા આખા અમેરિકામાં વાહ-વાહ

ભારતીય ટેક્સી ડ્રાઇવરે વૃદ્ધ મહિલાને મોટા કૌભાંડથી બચાવતા આખા અમેરિકામાં વાહ-વાહ

અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં એક ભારતવંશી ટેક્સી ડ્રાઇવરના ખૂબ વખાણ થઇ રહ્યા છે. વાત એમ છે કે તેમણે પોતાની સૂઝબૂઝથી એક વૃદ્ધ મહિલાના 25000 ડોલર (17,83,500 રૂપિયા)ની ઠગાઇથી બચાવી લીધા. ત્યારબાદ ત્યાંની પોલીસે ડ્રાઇવર રાજબીર સિંહને ‘ગ્રેટ સિટિજન ઍવૉર્ડ’થી સમ્માનિત કર્યા છે. રાજબીર રોજવિલેમાં કેબના માલિક છે અને તેમણે બે સપ્તાહ પહેલાં 92 વર્ષના મહિલાને પોતાની કેબમાં બેસાડ્યા. મહિલાએ કહ્યું કે તમને ઇંટરનલ રેવન્યુ સર્વિસ લોનને ભરવા માટે બેન્કમાંથી મોટી સંખ્યામાં પૈસા ઉપાડવાના છે.

હકીકતમાં લોન સેટલમેન્ટના નામ પર તેમને કોઇનો ફોન આવ્યો હતો અને પૈસા માંગી રહ્યા હતા. રાજબીરને થોડીક શંકા ગઇ. તેમણે મહિલાને સમજાવ્યું કે આ સ્કેમ હોઇ શકે છે. મહિલાએ પહેલાં તો તેમના પર વિશ્વાસ કર્યો નહીં. પરંતુ રાજબીરે હાર માની નહીં અને તેમણે પોલીસ સ્ટેશન જવાની તૈયારી કરી લીધી. તેમને તેઓ રોજવિલે પોલીસ સ્ટેશન લઇ ગયા અને અધિકારીઓને મહિલાની મદદ કરવાનું કહ્યું. જ્યારે મહિલાએ પોલીસ અધિકારીને વાત કરી ત્યારે તેમને અહેસાસ થયો કે આ તો સ્કેમ છે.

રાજબીરે આ બધાની વચ્ચે એ નંબર પર ફોન કર્યો જ્યાંથી મહિલાને કોલ આવ્યો હતો. રાજબીરે તેમને પૂછયું કે શું તેઓ એ નામની મહિલાને જાણે છે, તો બીજીવ્યક્તિએ ના માં જવાબ આપ્યો. રાજબીરે કહ્યું કે તેમણે ના પાડી ત્યારબાદ મને લાગ્યું કે આ સ્કેમ છે. સતત ફોન કરવા પર મને આ નંબર પરથી બ્લોક કરી દેવાયો.

બીજીબાજુ પોલીસે કહ્યું કે તેમની સૂઝબૂઝથી વૃદ્ધ મહિલાના 25000 ડોલર બચી ગયા. અમે તેમના પ્રયાસના વખાણ કરીએ છીએ. અધિકારીઓએ રાજબીરને 50 ડોલરનું ગિફ્ટ કાર્ડ પણ આપ્યું.