અમદાવાદીઓ હવે તમને ઘરે બેઠાં મળશે શાકભાજી, બસ કરવું પડશે આ કામ

અમદાવાદીઓ હવે તમને ઘરે બેઠાં મળશે શાકભાજી, બસ કરવું પડશે આ કામ

કોરોના વાયરસને લઈ હાલ સમગ્ર દેશ ક્લોઝ ડાઉન છે. અમદાવાદમાં પણ સંપુર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. હંમેશા ટ્રાફિકથી ધમધમતાં શહેરનાં માર્ગો પર સન્નાટો છવાયેલો છે. તેવામાં અમદાવાદમાં શાકભાજી લેવા માટે લોકોની ભીડ જામે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. ક્લોઝડાઉનના સમયમાં હવે અમદાવાદ કોર્પોરેશન ઘરે બેઠાં શાકભાજી પહોંચાડશે. એટલું જ નહીં અમદાવાદમાં મોલ દ્વારા પણ હોમ ડિલિવરી કરીને તમામ જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવામા આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્ગારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. પણ ઘરે બેઠાં શાકભાજી મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. પ્રત્યેક સોસાયટી વતી એક વ્યક્તિ દ્ગારા ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરી AMCના નંબર 9408753064 પર કોલ કરવા મોકલવાનું રહેશે. સાથે જ ફોર્મ ભર્યા બાદ જવાબદાર વ્યક્તિએ AMCના કર્મી સાથે જવાનું રહેશે. અને નક્કી કરેલા શાકમાર્કેટ પરથી શાક લઈને આવવાનું રહેશે. સોસાયટીના વ્યક્તિએ જ તમામ રોકડ વ્યવહાર કરવાનો રહેશે. વાહનમાં શાકભાજી ચઢાવા અને ઉતારવાનું કામ AMCના કર્મી કરશે. સમગ્ર અમદાવાદ શહેરમાં આ યોજના લાગુ પડશે.

એટલું જ નહીં, પણ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રિલાયન્સ, બિગ બજાર જેવાં સુપરમાર્કેટ સાથે ચર્ચા કરી હતી. તેઓએ કહ્યું કે, મીટિંગ ખુબ જ હકારાત્મક રહી હતી. અને આ તમામ સુપરમાર્કેટ આવતીકાલથી મોટાપાયે જીવન જરૂરિયાત વસ્તુઓની હોમ ડિલિવરી કરવા માટે તૈયાર થયા છે.