198 દેશોમાં સંક્રમણ અને 23000થી વધુ મોતઃ US માં કોરોનાનો હાહાકાર – એક જ દિવસમાં 7454 લોકો સંક્રમિત થયા

198 દેશોમાં સંક્રમણ અને 23000થી વધુ મોતઃ US માં કોરોનાનો હાહાકાર – એક જ દિવસમાં 7454 લોકો સંક્રમિત થયા

  • સ્પેનમાં 4,145 લોકોના મોત થયો
  • વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંક 5 લાખને પાર, 4 લાખથી પાંચ લાખ પહોંચવામાં ત્રણ દિવસનો અત્યાર સુધીનો સૌથી ઓછો સમય લાગ્યો
  • કોરોનાથી ચીન કરતા ઈટાલી અને સ્પેનમાં મૃત્યુઆંક વધારે
  • ઈરાન કોરોના સામે નિસહાય, સતત મૃત્યુઆંક વધી રહ્યો છે
  • કોરોનાની મહામારીના પગલે ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેના હટાવવાનો નિર્ણય કર્યો
  • અમેરિકામાં વધુ 73 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1100 થયો
  • હંગેરીમાં સીનિયર બ્રિટીશ રાજદૂતનું મોત

ઈન્ટરનેશનલ ડેસ્ક:  ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસના સંક્રમણે સમગ્ર યુરોપને હચમચાવી દીધુ છે. કોરોના વિશ્વના 198 દેશમાં ભયજનક રીતે ફેલાઈ ગયો છે. યુરોપના દેશોમાં કોરોના સંક્રમણના કેસ 2,50,000થી પણ વધારે થઈ ગયા છે. ઈટાલી અને સ્પેનને કોરોના સામે લડવા કોઈ માર્ગ મળતો નથી અને સતત પોતાના નાગરિકોના મૃત્યુઆંકમાં થઈ રહેલા વધારા સામે લગભગ નિસહાય બની ગયા છે. વિશ્વમાં એક જ દિવસમાં સૌથી વધારે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા અમેરિકામાંથી આવી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં  7454 લોકો સંક્રમિત થતા કુલ સંક્રમિતોની સંખ્યા 75,665 થઈ છે અને મૃત્યુઆંક 73 વધીને 1100 થયો છે. ઈટાલીમાં કોરોનાનો કહેર જોવા મળે છે. આજે ઈટાલીમાં વધુ 662 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 8,165 થયો છે. કુલ સંક્રમિતોની સંખ્યા 80539 થઈ છે.

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 498 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,682 થયો છે. આ સાથે વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંકડો 5,00,000થી ઉપર પહોંચ્યો છે. ચાર લાખથી પાંચ લાખ સુધી આ આંક પહોંચવામાં ફક્ત ત્રણ દિવસનો જ સમય લાગ્યો છે. કુલ સંક્રમિતોની સંખ્યા 5,10,528 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 23,028 થઈ છે.  આ ઉપરાંત જર્મનીમાં સંક્રમિતોની સંખ્યા 43,646 થઈ છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 157 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,389 થયો છે. સંક્રમિતોની સંખ્યા 29,406 થઈ છે. હંગેરીમાં સીનિયર બ્રિટીશ રાજદૂત સ્ટિવન ડીકનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. તેમની ઉંમર 37 વર્ષ હતી. તેઓનું મોત મંગળવારે થયું હતું.