PM મોદીનો આઈડિયા કામ કરી ગયો! લોકડાઉને કોરોના વિરૂદ્ધ અસર દેખાડવાનું શરૂ કર્યું

PM મોદીનો આઈડિયા કામ કરી ગયો! લોકડાઉને કોરોના વિરૂદ્ધ અસર દેખાડવાનું શરૂ કર્યું

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી તેની કોઈ જ દવા શોધાઈ નથી. તેવામાં તેને ફેલાતો અટકાવવો અને સાવચેતી જ માત્ર સચોટ ઉપાય છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રના નામે સંબોધનમાં દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરી દીધું હતું. હવે આગે છે કે, પીએમ મોદીનો આ આઈડિયા કામ કરી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનના કારણે આવેલા સોશિયલ ડિસ્ટન્ટિંગના ફાયદા જોવા મળી રહ્યા છે. નવા દર્દીઓની સંખ્યા ઝડપથી નથી વધી રહી. આ ઉપરાંત સંક્રમિત લોકોની સંખ્યા કેટલાક ખાસ રાજ્યોમાંથી જ છે. સૌથી મહત્વની વાત એ છે કે, કોરોનાના કારણે ભારતમાં મૃતાંક પણ દુનિયાના બાકી દેશોની તુલનામાં ઝડપથી નથી વધી રહ્યો. આ આંકડાઓના કારણે આશાઓ બંધાણી છે. સૂત્રોનું કહેવું છે કે, દૃશ્ય 10 દિવસની અંતર સ્પષ્ટ થઈ જશે.

શું છે સાચુ કારણ?

સૂત્રોના દાવા પ્રમાણે, ભારતમાં દર્દીઓની સંખ્યા એટલા માટે ઝડપથી નથી વધી રહી કારણ કે અહીં સંક્રમણ રોગ પ્રબંધન ખૂબ મજબૂત છે. જ્યારે અમેરિકા અને ઈટલીમાં આવું નથી. આ બંને દેશ લાઇફસ્ટાઇલ બીમારીઓથી વધુ પરેશાન છે. જ્યારે ભારતના છેલ્લા અનેક વર્ષોથી સંક્રામક બીમારીઓની ખતમ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેનો ફાયદો ભારતને મળી રહ્યો છે. જોકે સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક દૃશ્ય ઓછામાં ઓછા 10 દિવસમાં સ્પષ્ટ થશે.

WHOએ પણ કર્યા ભારતના ભારોભાર વખાણ

કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે 21 દિવસના ઐતિહાસિક લૉકડાઉનની જાહેરાત કરી. તેમના આ સાહસિક પગલાના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, સંકટના આ સમયમાં ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. WHOએ કહ્યું હતું, કે કોરોનાના બીજા સ્ટેજ પર હોવાના કારણે ભારત અનેક ઉપાય કરી રહ્યું છે. WHOએ એમ પણ કહ્યું કે આ પ્રયાસ ખૂબ જ સારા છે, પરંતુ આ મહામારીને રોકવા માટે વધારાના જરૂરી ઉપાયોની પણ જરૂર પડશે, નહીં તો તે ફરીથી પરત ફરી શકે છે.