એક સમયે દુનિયા આખી પર રાજ કરનારા આ દેશમાં મસ્જિદોને કાયમ માટે લાગી જશે તાળા

એક સમયે દુનિયા આખી પર રાજ કરનારા આ દેશમાં મસ્જિદોને કાયમ માટે લાગી જશે તાળા

દુનિયા આખી કોરોના વાયરસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. ભારત સહિત વિશ્વના તમામ ખુણે ઉદ્યોગ-ધંધા ઠપ્પ પડી ગયા છે. આર્થિક મંદી છવાઈ છે. જેની અસર બ્રિટનની મસ્જિદો પર પણ વર્તાવવા લાગી છે. બ્રિટનની લગભગ તમામ મસ્જિદો પર આજીવન બંધ થઈ જવાનો ખતરો મંડરાવવા લાગ્યો છે.

બ્રિટનની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે.

બ્રિટનમાં મસ્જીદોને જાહેર રીતે આર્થિક મદદ આપવામાં આવે છે, એટલે કે અહીં આવનારા અથવા અન્ય સંસ્થાઓ દ્વારા જે રકમ આપવામાં આવે છે તે જ રકમ દ્વારા આ મસ્જિદોનું કામકાજ ચલે છે. પરંતુ કોરોનાના કારણે લોકડાઉનનાં કારણે મસ્જિદો આગામી સમયમાં ઇબાતદગારોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી દાન પણ નથી મળી રહ્યું. હારુન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મુસ્લિમ સમુદાય પહેલાથી જ પરિવર્તનો વચ્ચે રમઝાન મુદ્દે ચિંતિત છે. હારુને કહ્યું કે, આ ખુબ જ પડકારજનક સમય છે અને આ પ્રકારની રમઝાન ફરી ક્યારે જોવા ન પણ મળે.

દુનિયાભરની મસ્જિદોમાં રમઝાન મહિના દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હોય છે. ઇબાદત કરનારા લોકો દિવસમાં પાંચ વખત ઇબાદત કરવા માટે આવે છે પરંતુ આ વખતે લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોગનાં કારણે મસ્જિદો ખાલી છે.

બર્મિંઘમની ગ્રીન લેન મસ્જિદમાં કલ્યાણ સેવાઓનાં પ્રમુખ, સલીમ અહેમદે એક મીડિયા સંગઠનને જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમે બધી જ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી રહ્યા છીએ. જેમાં બાળકોને ઉર્દુનું શિક્ષણનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રમઝાનમાં 6 કલાકનો એક પ્રોગ્રામ કરવા જઇ રહ્યા છીએ. જેમાં લોકડાઉનની સ્થિતી અંગે પણ કેટલીક જરૂરી સુચનાઓ આપવામાં આવશે. સામાન્ય રીતે લોકો પ્રાર્થના અને કુરાનનો પાઠ કરવા માટે મસ્જિદમાં આવવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે તેનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે.