રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ,અમદાવાદના 26 સહિત 29 ના મોત,મૃત્યુઆંક 319 – કુલ દર્દી 5,804

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ,અમદાવાદના 26 સહિત 29 ના મોત,મૃત્યુઆંક 319 – કુલ દર્દી 5,804

  • રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
  • મૃત્યુ પામેલા 29 દર્દીમાંથી 16ના કોરોનાથી, 13ના અન્ય બીમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત
  • અમદાવાદમાં 259,વડોદરામાં 35,ભાવનગરમાં 21,સુરતમાં 20, ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 7, દાહોદમાં 6 કેસ નોંધાયા
  • મહીસાગરમાં 3, બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, જામનગરમાં 3, રાજકોટમાં 3,  ખેડામાં 3, સાબરકાંઠામાં 2  અને આણંદમાં 1 કેસ 
  • કુલ 5804 દર્દીમાંથી 25 વેન્ટીલેટર પર,4265ની હાલત સ્થિર,1105 સાજા થયા અને 319ના મોત
  • અમદાવાદમાં 26, વડોદરામાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત
  • અત્યાર સુધીમાં 84 હજાર 648 ટેસ્ટ કર્યાં, જેમાં 5804ના રિપોર્ટ પોઝિટિવ અને 78, 844ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 5804 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 319એ પહોંચ્યો છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 259, વડોદરામાં 35,  ભાવનગરમાં 21, સુરતમાં 20, ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 7, દાહોદમાં 6, મહીસાગરમાં 3,બનાસકાંઠામાં 3,  બોટાદમાં 3, જામનગરમાં 3, રાજકોટમાં 3, ખેડામાં 3, સાબરકાંઠામાં 2  અને આણંદમાં 1 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 26, વડોદરામાં 2 અને સુરતમાં 1 દર્દીના મૃત્યુ થતા 29 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 153 દર્દી સાજા થયા છે. મૃત્યુ પામેલા 29 દર્દીમાંથી 16ના કોરોનાને કારણે અને 13ના અન્ય બીમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 84 હજાર 648 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 5804ના રિપોર્ટ પોઝિટિવ અને 78, 844ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

4 મેની સવારથી અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

સુરતથી વતન જનારા સૌરાષ્ટ્રવાસીઓને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે નહીં. 

આજે 8 ટ્રેનમાં 9600 શ્રમિકોને વતન મોકલાશેઃ અશ્વિન કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતથી પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને બસ અને ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. આજે સુરતથી પાંચ ટ્રેન જેમાં ત્રણ ઓડિશા, એક બિહાર અને એક ઝારખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદથી બે ટ્રેન બિહાર અને નડિયાદથી એક ટ્રેન ઉત્તરપ્રદેશના શ્રમિકોને લઇ જશે. આ આઠ ટ્રેનો થકી 9600 પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાશે. અત્યારસુધીમાં 18 ટ્રેનો થકી 21500 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. 
સરકારી-ખાનગી કર્મીઓને ગાંધીનગરથી અમદાવાદ પરત મોકલતી પોલીસ
ગાંધીનગરમાં અચાનક પોઝિટિવ કેસોમાં વધારો થતાં તંત્ર સતર્ક થયું છે. પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે લોકડાઉનનું પાલન કરાવી રહી છે. ગાંધીનગરમાં એકાએક કેસોમાં થયેલા વધારાનું કારણ અમદાવાદથી થતા અવર-જવરને માનવામાં આવી રહ્યું છે. જેના પગલે પાટનગરની તમામ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદથી ગાંધીનગર આવતા સરકારી અને ખાનગી કર્મચારીઓને પરત મોકલવામાં આવી રહ્યાં છે. સચિવાલયમાં ડેપ્યુટી સચિવ અને તેનાથી ઉપરના અધિકારીઓને જવા દેવામાં આવી રહ્યાં છે. જ્યારે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને જવા દેવામાં આવી રહ્યાં નથી. 

કુલ 5,804 દર્દી , 319ના મોત અને 1195 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ4076234620
વડોદરા38527147
સુરત 70631206
રાજકોટ610118
ભાવનગર 740521
આણંદ750637
ભરૂચ270222
ગાંધીનગર770314
પાટણ220112
નર્મદા 12 0010
પંચમહાલ  450305
બનાસકાંઠા390114
છોટાઉદેપુર140011
કચ્છ 070105
મહેસાણા320007
બોટાદ33016
પોરબંદર030003
દાહોદ 130002
ખેડા120002
ગીર-સોમનાથ03     0003
જામનગર 040100
મોરબી 01 0001
સાબરકાંઠા050003
મહીસાગર360006
અરવલ્લી200113
તાપી 020001
વલસાડ 0601 02
નવસારી 080003
ડાંગ 020000
દેવભૂમિ દ્વારકા030000
સુરેન્દ્રનગર0100 01
કુલ 58043191195