તો શું પોતાની જાતે જ ખત્મ થઈ જશે જીવલેણ કોરોના? વૈજ્ઞાનિકોને હાથ લાગી મહત્વની જાણકારી

તો શું પોતાની જાતે જ ખત્મ થઈ જશે જીવલેણ કોરોના? વૈજ્ઞાનિકોને હાથ લાગી મહત્વની જાણકારી

અમેરિકામાં સાયન્ટિસ્ટને પહેલીવાર કોરોના વાયરસમાં એક ખાસ પ્રકારનું મ્યૂટેશન જોવા મળે છે. એરિજોનામાં એક દર્દીનાં કોરોના વાયરસ સેમ્પલની તપાસમાં જોવા મળ્યું કે વાયરસનાં જેનેટિક મટેરિયલનો એક ભાગ ગાયબ છે. વાયરસનાં જેનેટિક મટેરિયલ ગાયબ થવાની આવી જ ઘટના 2003માં સાર્સ મહામારીનાં ફેલાયા બાદ જોવા મળી હતી. ત્યારબાદ ધીરેધીરે સાર્સ મહામારી ખત્મ થવા લાગી હતી.

2003માં સાર્સમાં પણ જોવા મળ્યો હતો આવો બદલાવ

એક રિપોર્ટ પ્રમાણે વાયરસમાં સાયન્ટિસ્ટ્સને જે બદલાવ જોવા મળ્યો છે તેનાથી એ સંકેત મળે છે કે માણસોમાં વાયરસનું સંક્રમણ નબળું પડી રહ્યું છે. જો કે આ માટે અન્ય જગ્યાઓનાં સેમ્પલમાં પણ આવા જ બદલાવ જોવા મળે તે જરૂરી છે. સાર્સ દરમિયાન 2003માં જ્યારે વાયરસનું આ જ પ્રકારનું મ્યૂટેશન વધવા લાગ્યું હતુ તો મહામારી ખત્મ થવા લાગી હતી. જો કે સાર્સ આટલા મોટા પ્રમાણમાં દુનિયાભરમાં નહોતો ફેલાયો.

કોરોનાનાં કારણે 36 લાખથી વધારે લોકો સંક્રમિત

એરિજોના સ્ટેટ યૂનિવર્સિટીનાં રિસર્ચર્સનું માનવું છે કે જો મોટા પ્રમાણમાં વાયરસનાં Genome Sequencing કરવામાં આવે તો આવા પરિણામ અન્ય જગ્યાઓથી પણ મળી શકે છે. કોરોના વાયરસનાં કેસ અત્યારે આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. અત્યાર સુધી કુલ 36 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તો 2 લાખ 57 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ફક્ત અમેરિકામાં જ 12 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તો 71 હજારથી વધારે લોકોનાં અમેરિકામાં મોત થયા છે.