કોરોનાથી સૌથી પ્રભાવિત 10 દેશોની યાદીમાં ભારત પહોંચ્યું, છેલ્લા 24 કલાકમાં અત્યારસુધી સૌથી વધુ 6977 કેસ

કોરોનાથી સૌથી પ્રભાવિત 10 દેશોની યાદીમાં ભારત પહોંચ્યું, છેલ્લા 24 કલાકમાં અત્યારસુધી સૌથી વધુ 6977 કેસ

ભારતમાં રવિવારે પણ 24 કલાકાં 6 હજારથી ઉપર કેસ નોંધાયા હતા, રિકવરી રેટમાં સુધારો

નવી દિલ્હી. ભારતમાં કોરોનાવાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. સંક્રમિતોનો કુલ આંકડો હવે 1.39 લાખ નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર થયેલા આંકડાં પ્રમાણે ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓની કુલ સંખ્યા 1લાખ 38 હજાર 845 થઇ ગઇ છે. અત્યાર સુધી 4021 લોકોના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધારે 6977 કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે 24 કલાકમાં 6767 કેસ નોંધાયા હતા. અત્યારસુધી 57721 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 41.57 ટકાએ પહોંચી ગયો છે. 
દિલ્હી પોલીસમાં 450 કોરોના સંક્રમિત
દિલ્હી પોલીસમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અત્યારસુધી દિલ્હી પોલીસના 450 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત થયા છે. 6 એસએચઓ કોરોના પોઝિટિવ છે. તેમાં જામિયાનગર, લાજપતનગર, ઉત્તમનગર, ફર્શબજાર, નોર્થ એવન્યૂ અને નંદનગરીના એસએચઓ સામેલ છે. એડિશનલ ડીસીપી શાહદરા પણ કોરોના પોઝિટિવ છે. કોરોનાવાયરસથી અત્યારસુધી એક પોલીસ કર્મચારીનું મોત થયું છે. 

એશિયાઃ 9.37 લાખ સંક્રમિત

એશિયામાં 9 લાખ 37 હજાર 210 લોકો સંક્રમિત છે. જ્યારે 27 હજાર 68 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં સૌથી વધારે 7,359 મોત ઈરાનમાં થયા છે. આ મહાદ્વીપમાં ભારતમાં સૌથી ઝડપથી કેસ વધી રહ્યા છે. 19 મે બાદ અહીં પ્રત્યેક દિવસે સંક્રમણના આંકડા 5 હજારથી ઉપર આવી રહ્યા છે. શનિવારે 6,661 કેસ મળ્યા હતા. જો આ ગતિથી કેસ વધશે તો આગામી ચાર દિવસમાં ભારત તુર્કી આગળ થઈ જશે.