PUBGનું વળગણ કેટલું ખતરનાક, ભોપાલનો આ કિસ્સો વાંચી હચમચી જશો
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મોટી ખબર સામે આવી છે. અહિં એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. બતાવવામાં આવી રહ્યું છે કે, આ વિદ્યાર્થીને પબ-જી ગેમ રમવાની આદત હતી. જ્યારે તેની માતાએ પબ-જી ગેમ માટે ઇન્ટરનેટનું પેક રિચાર્જ કરાવ્યું નહી તો તેણે ફાંસીના ફંદે લટકી આત્મહત્યા કરી લીધી. મૃતક આઇટીઆઇનો વિદ્યાર્થી હતો.
જાણકારી અનુસાર આ મામલો બાગસેવનીયા વિસ્તારનો છે. અહિં રહેનાર નીરજ કુશવાહએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. નીરજ આઇટીઆઇનો કોર્સ કરી રહ્યો હતો. પોલીસ અનુસાર નીરજના પિતા વીરેન કુશવાહ પોતાના નાના પુત્ર સુરજની સાથે બાગ મુગાલિયા સ્થિત નિર્માણાધિન મકાન પર ગયા હતા. ઘરે નીરજ અને તેની માતા હાજર હતા. નીરજની માતા, પિતા અને ભાઇ માટે જમવાનું લઇ નિર્માણાધિન મકાન પર ગઇ હતી. ,બપોર બાદ તેઓ ઘર પહોંચ્યા તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. સુરજે બારીમાંથી જોયુ તો નિરજ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો. પાડોસીની મદદથી નીરજને ફાંસીના ફંદાથી નીચે ઉતારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
માતાએ કર્યો હતો ઝઘડો
મૃતક નીરજની માતા સવિતાએ પોલીસને જણાવ્યું કે, નીરજ પબ-જી ગેમ રમવા માટે 3 મહિનાનું ઇન્ટરનેટ પેક રિચાર્જ કરાવાની જીદ કરી રહ્યો હતો પરંતુ સવિતાએ તેને એક મહિનાનું રિચાર્જ કરાવા કહ્યું તો તે માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે સવિતાને ખબર ન હતી કે આટલી નાનકડી વાતને લઇ તેનો પુત્ર આટલું મોટું પગલું ભરશે. પરિવારજનોએ પણ પોલીસને જાણકારી આપી કે લોકડાઉનનાં કારણે નીરજ રાત્રે 2 વાગ્યા સુધી પબ-જી ગેમ રમતો હતો. પોલીસ આ કેસ સાથે સંકળાયેલા તમામ બિંદુઓની તપાસ કરી રહી છે.