કોરોનાવાઈરસ / કોરોના ક્યાંથી આવ્યો તેની તપાસ માટે ચીન તૈયાર

કોરોનાવાઈરસ / કોરોના ક્યાંથી આવ્યો તેની તપાસ માટે ચીન તૈયાર

બેઇજિંગ. કોરોના વાઇરસ મામલે દુનિયાભરમાં ટીકાનો સામનો કરી રહેલું ચીન છેવટે આ મહામારી ક્યાંથી આવી તેની તપાસ માટે રાજી થઇ ગયું છે. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે ચીન કોરોના વાઇરસ પેદા થવા અંગેની આંતરરાષ્ટ્રીય તપાસ માટે ખુલ્લું છે પણ આ તપાસ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઇએ. તેમણે ચીનની સંસદના વાર્ષિક સત્ર પ્રસંગે વાતચીતમાં કહ્યું કે ચીન વાઇરસનો સ્ત્રોત જાણવા આંતર રાષ્ટ્રીય વિજ્ઞાની સમુદાય સાથે કામ કરવા તૈયાર છે. અમારું માનવું છે કે આ તપાસ પ્રોફેશનલ, નિષ્પક્ષ અને રચનાત્મક હોવી જોઇએ.