અમેરિકન પોલીસ અધિકારીઓ અને શ્વેતોએ અશ્વેતોના પગ ધોઈને સંદેશ આપ્યો, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી

અમેરિકન પોલીસ અધિકારીઓ અને શ્વેતોએ અશ્વેતોના પગ ધોઈને સંદેશ આપ્યો, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી

  • US રંગભેદના જખ્મો સૌહાર્દથી ભરી રહ્યું છે
  • પોલીસે કહ્યું, બાઈબલ પ્રમાણે કોઈના પગ ધોવા એ માનવતાનું પ્રતીક

નોર્થ કેરોલિના. અમેરિકાના 140થી વધુ શહેરમાં રંગભેદ વિરુદ્ધ ચાલી રહેલા હિંસક દેખાવોના અહેવાલો વચ્ચે આવેલી આ તસવીર નોર્થ કેરોલિનાની છે. પોલીસ સામાજિક સંગઠનોની મદદથી અશ્વેતોમાં ભરેલા ગુસ્સાને શાંત કરવા પ્રયત્નશીલ છે. ધરપકડ વખતે અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યાર પછી સમગ્ર અમેરિકામાં હિંસક દેખાવોની આગ ફેલાઈ ગઈ. પોલીસે દેખાવો કરવા આવેલા અશ્વેતોને બેન્ચ પર બેસાડ્યા અને તેમના પગ ધોવાનું શરૂ કરી દીધું.
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી
પોલીસે કહ્યું કે, બાઈબલ પ્રમાણે કોઈના પગ ધોવા એ માનવતાનું પ્રતીક છે. અમે ફક્ત એ સંદેશ આપવા માંગીએ છીએ કે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.