અમેરિકામાં 25 લાખ ડોલરના ગાંજાની દાણચોરી બદલ ભારતીય નાગરિકની ધરપકડ

અમેરિકામાં 25 લાખ ડોલરના ગાંજાની દાણચોરી બદલ ભારતીય નાગરિકની ધરપકડ

આરોપ સાબીત થતાં અમરદીપ સિંહને મહત્તમ 40 વર્ષની જેલ અને 50 લાખ ડોલરનો દંડ થશે

(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.10 જૂન 2020, બુધવાર

કેનેડા અને અમેરિકા વચ્ચે  કોમર્શિયલ ટ્રક ચલાવતા ૨૧ વર્ષના ભારતીય મૂળના એક નાગરિકની ૨૫ લાખ ડોલરની બજાર કિમંતના ગાંજાની દાણચોરી કરવા ધરપકડ કરવામાં આવી હતી, એમ યુએસ એટર્નીએ કહ્યું હતું. અમરદીપ સિંહ સામેના આરોપો જો સાબીત થશે તો તેને પચાસ લાખ ડોલરનો દંડ અને પાંચ વર્ષ અથવા મહત્તમ ૪૦ વર્ષની જેલ થઇ શકે છે.ફરીયાદ અનુસાર,પાંચમી જૂને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, કેનેડાનું લાયસન્સની પ્લેટ ધરાવતી અને કોફી મેકર્સ ભરીને લાવતી ટ્રકે ન્યુયોર્કના નાઇગ્રા ધોધ પાસેના પીસ બ્રિજ પોર્ટમાંથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

‘આ ટ્રકને નોન ઇન્ટરીઝિવ એક્સ તપાસ માટે વ્હીકલ એન્ડ કાર્ગો ઇન્સપેક્શન સીસ્ટમને સોંપવામાં આવ્યો હતો જેમાં ટ્રેલરના એક ભાગમાં કાર્ગો અને બાકીની જગ્યામાં અન્ય ભાર  વચ્ચે અસમાનાતા દેખાડતો હતો’એમ ન્યાય વિભાગે કહ્યું હતું.અધિકારીઓને એ પણ જાણવા મળ્યું હતું કે ટ્રેલરમાં પાછળના ભાગને  બંધ કરી દેનાર કોમર્શિયલ સીલ   નહતું.

‘અંતે ટ્રકને ફિઝિકલ ચેકિંગ માટે પીસ  બ્રિજ વેરહાઉસ ખાતે મોકલવામાં આવ્યું હતું. શરૂઆતની ચેકિંગમાં અધિકારીઓએ કોફી મેકર્સને અલગ કરી દીધા હતા’એમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું. અધિકારીઓને ચાર સ્કીડ્સ મળ્યા હતા જેમાં બાકીના સામન કરતાં અલગ પડે એવા સાત ક્રેટ્સ મળ્યા હતા.ક્રેટ્સની ચેકિંગ કરતાં તેમાંથી કોફી મેકર્સની નીચે ખાલી જગ્યા હતા જ્યાં લીલા પત્તાની કોઇ વસ્તુ વાળી થેલીઓ મળી હતી.

આશરે ૧૬૦૮ વેક્યુમ સીલ્ડ બંડલોમાંથી ગાંજાની થેલીઓ મળી હતી.જેનું ે વજન આશરે ૧૮૦૦ પાઉન્ડ હતો. તમામ થેલીઓને અસલ શિપમેન્ટથી અલગ કરાઇ હતી. ગાંજાની બજાર કિમંત આશરે ૨૫ લાખ ડોલર થાય છે. ‘તાજેતરની કેટલીક ઘટનાઓએ અમારા અધિકારીઓ  અને કાયદાના રક્ષકો માટે અનોખો પડકાર ઊભો કર્યો છેે જેઓ આપણા દેશને સુરક્ષિત અને સલામત રાખવા ભરપુર પ્રયાસો કરે છે’એમ યુએસ એટર્ની જેમ્સ કેનેડીએ કહ્યું હતું.