ટ્રમ્પ ભારતને જોરદાર ઝાટકો આપવાની તૈયારીમાં, અનેક ભારતીયોની રોજીરોટી છીનવાશે

ટ્રમ્પ ભારતને જોરદાર ઝાટકો આપવાની તૈયારીમાં, અનેક ભારતીયોની રોજીરોટી છીનવાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ H1B વીઝા સહિત રોજગારી આપતા અન્ય વીઝા સસ્પેન્ડ કરી શકે છે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં વધતી જતી બેરોજગારીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ આ પગલુ ભરે તેવી શક્યતા છે. H1B વિઝાને કારણે જો કોઈ દેશને સૌથી વધારે નકારાત્મક અસર થશે તો તે ભારતને થશે. કારણે આઈટી ક્ષેત્રમાં કામ કરનારા લોકોમાં ભારતીયો સૌથી વધારે જે આ વિઝાની સૌથી વધારે માંગ કરનારાઓમાના એક છે.

ટ્રમ્પ H1B વીઝા સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે. જો આમ થશે તો અમેરિકામાં રહેતાં મોટાભાગના ભારતીયોનો કામ કરવાનો અધિકાર સસ્પેન્ડ થઈ શકે છે,  જોકે તેની શરતો શું હશે તે હજુ સ્પષ્ટ નથી થયું.

અમેરિકન સરકાર આગામી નાણાકીય વર્ષમાં આ પ્રસ્તાવિત સસ્પેન્સનને મંજૂરી આપી શકે છે. અમેરિકન નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્યારે અનેક નવા વીઝા જાહેર કરવામાં આવે છે. ‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’માં પ્રકાશિત એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રશાસનના એક અનામ અધિકારીના હવાલાથી પ્રકાશિત કરવામાં આવ્ય છે. રિપોર્ટ મુજબ, આ વ્યવસ્થા દેશની બહાર કોઈ પણ નવા H1B વીઝાધારકના કામ કરવા પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી શકે છે જ્યાં સુધી સસ્પેન્સન સમાપ્ત ન થઇ જાય. જોકે જેમની પાસે દેશની અંદર પહેલાથી વીઝા છે તેમને આનાથી પ્રભાવિત થવાની શક્યતા નથી લાગતી.

H1B વીઝા એક નૉન-ઇમિગ્રેશન વીઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિયુક્તિ કરવાની સુવિધા આપે છે. તેમાં પણ ખાસ કરીને ટેક્નોલોજી એક્સપર્ટ્સ વાળા કામોમાં. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે દર વર્ષે ભારત અને ચીન પર નિર્ભર હોય છે. એવામાં અમેરિકન સરકારના આ નિર્ણયની અસર હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર પડશે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં પહેલાથી અનેક H1B વીઝાધારકોની નોકરી જઈ ચૂકી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.