UN / ભારત આજે 8મી વાર સુરક્ષા પરિષદનું અસ્થાઈ સભ્ય બનશે, પાકિસ્તાને કહ્યું- આ ખુશીની નહીં ચિંતાની વાત

UN / ભારત આજે 8મી વાર સુરક્ષા પરિષદનું અસ્થાઈ સભ્ય બનશે, પાકિસ્તાને કહ્યું- આ ખુશીની નહીં ચિંતાની વાત

  • પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારત અસ્થાઈ સભ્ય બનશે તો આભ નહીં તૂટી પડે
  • એશિયાના દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેને બિનહરીફ ચૂંટાવાનું લગભગ નક્કી છે

ઈસ્લામાબાદ. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું 8મી વાર અસ્થાઈ સભ્ય બનવા માટે તૈયાર છે. 193 સભ્યવાળી મહાસભામાં ભારતને આ માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 128 સભ્યોનું સમર્થન જોઈએ છે. બીજી તરફ પાકિસ્તાને તેના ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે આ ખુશી નહીં પરંતુ ચિંતાની વાત છે. વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું કે UNSCનું અસ્થાઈ સભ્ય બનવાનો ભારતનો ઈરાદો પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે.

તેમણે કહ્યું હતું કે ભારત હંમેશા આ મંચ ઉપરથી ઉઠાવવામાં આવેતા પ્રસ્તાવોને ફગાવતું રહ્યું છે. ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દાને. તેના કારણે કાશ્મીરીઓને તેના અધિકારોથી વંચિત કરીને તેમનું દમન કરવામાં આવે છે. ભારત અસ્થાઈ સભ્ય બનશે તો કોઈ આભ તૂટી પડવાનું નથી. પાકિસ્તાન પણ સાતવાર અસ્થાર સભ્ય રહી ચૂક્યું છે.

સિટીઝન એક્ટ દ્વારા લઘુમતીઓને ટાર્ગેટ કરાયા: કુરેશી
કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન સુરક્ષા પરિષદના મહાસચિવને અને ઈસ્લામિક સહયોગ સંગઠનને કાશ્મીરીઓની ગંભીર સ્થિતિ અંગે વાકેફ કરતું રહ્યું છે. કાશ્મીરીઓએ 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 હટાવવાને સ્વીકાર કર્યું નથી. કોરોના વાઈરસના સમયે પણ ત્યાં ગેરકાયદેસર સર્ચ ઓપરેશન ચાલું છે. તેની સાથે જ સિટીઝન એક્ટ દ્વારા લઘુમતીઓને ટાર્ગેટ કરાય છે. 

‘ભારત પાકિસ્તાનના અધિકારીઓને કાશ્મીરમાં આમંત્રિત કરે’
કુરેશીએ કહ્યું કે ભારતના વિસ્તારવાદી એજન્ડાને કારણે પાડોસી દેશ અસુરક્ષિતછે. તેની હરકતોના કારણે ચીન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા બધા જોખમમાં છે. તેમણે વધુમાં કહ્યું કે એ ખોટી ધારણા છે કે કાશ્મીરી તેમની સાથે છે.જો તેઓને એવું લાગે છે તો તેઓ જાતે મુઝફ્ફરાબાદ આવે અને જુએ કે કેટલા કાશ્મીરીઓ તેમની સાથે સહમત છે. ભારતના મંત્રીઓએ પણ પાકિસ્તાનના અધિકારીઓને કાશ્મીરની સ્થિતિ જોવા માટે આમંત્રિત કરવા જોઈએ.

બીજી તરફ ભારતના અસ્થાઈ પ્રતિનિધી ટીએસ ત્રિમૂર્તિએ આશા વ્યક્ત કરી છે કે ભારત અસ્થાઈ સભ્ય બનવાની સાથે જ વસુધૈવ કુટુંબકમનો માર્ગ મોકળો થશે. 1 જાન્યુઆરીથી ભારતનો કાર્યકાળ શરૂ થશે.

અસ્થાઈ સભ્યોને ચૂંટવાનો હેતું ક્ષેત્રીય સંતુલન બનાવી રાખવાનો
અસ્થાઈ સભ્ય દેશોને પસંદ કરવાનો હેતું સુરક્ષા પરિષદમાં ક્ષેત્રીય સંતુલન બનાવી રાખવાનો છે. તેમા એશિયા કે આફ્રિકાના દેશોમાંથી 5, દક્ષિણ અમેરિકાના દેશોમાંથી 2, પૂર્વ યુરોપમાંથી 1, પશ્ચિમ યુરોપમાંથી 2 અથવા બીજા ક્ષેત્રમાંથી ચૂંટાશે. આફ્રિકા અને એશિયા-પ્રશાંત દેશો માટે નક્કી કરાયેલી બે સીટ ઉપર ત્રણ ઉમેદવાર જિબુતી, ભારત અને કેન્યા છે. સુરક્ષા પરિષદ દ્વારા 2 જૂનના રોજ બહાર પડાયેલા દિશા-નિર્દેશ મુજબ, ચૂંટણીના દિવસે સભ્ય દેશોએ સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

ભારત ક્યારે ક્યારે અસ્થાઈ સભ્ય તરીકે ચૂંટાયું
આ પહેલા ભારત અસ્થાઈ સભ્ય તરીકે 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12માં ચૂંટાયું હતું.

સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશ છે. તેમા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સ્થાઈ સભ્ય દેશ છે. 10 દેશને અસ્થાઈ સભ્ય બનાવાયા છે. તેમા બેલ્જિયમ, કોટ ડી-આઈવરી ડોમિનિકન રિપબ્લિક, ગિની, જર્મની, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરુ, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત સામેલ છે. અસ્થાઈ સભ્યનો કાર્યકાળ બે વર્ષ હોય છે. તેના માટે UNSC પાંચ સ્થાઈ સભ્યોની સીટ છોડીને દરેક પાંચ વર્ષે અસ્થાઈ સભ્યોની ચૂંટણી કરાવે છે.

બિનહરીફ ચૂંટાવું નક્કી
એશિયા પેસિફિક વિસ્તારમમાં ચીન અને પાકિસ્તાન સહિત 55 દેશોએ ગત વર્ષે જૂનમાં સમર્થન આપ્યું હતું. એવામાં ભારત બિનહરીફ ચૂંટાશે તે નક્કી છે. સમર્થન આપનાર એશિયા પેસિફિક દેશમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયતનામ શામેલ છે.