કોરોનાવાઈરસ / વડાપ્રધાન મોદીએ કહ્યું રાજ્યો અનલૉક-2ની તૈયારી કરે, ફરી લૉકડાઉન નહીં થાય

કોરોનાવાઈરસ / વડાપ્રધાન મોદીએ કહ્યું રાજ્યો અનલૉક-2ની તૈયારી કરે, ફરી લૉકડાઉન નહીં થાય

  • મોદીની 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની બેઠકમાં ઘોષણા
  • દેશમાં કેસ વધતાં ફરી લૉકડાઉનની અટકળોને કેન્દ્ર સરકારે ફગાવી દીધી
  • દેશમાં કોરોનાના કુલ 3.58 લાખ દર્દી, સાજા થયા લોકો 2 લાખના નજીક
  • ગુજરાતમાં કુલ દર્દી 25 હજાર પાર, 17,438 લોકો કોરોનાને માત આપી

નવી દિલ્હી. વડાપ્રધાન મોદીએ લૉકડાઉન લગાવવા અંગે પુન:વિચાર કરવાની અટકળોને ફગાવી દીધી છે. બુધવારે કોરોના સામેની લડાઈ, અનલૉક-1ની સમીક્ષા અંગે બીજા દિવસે મધ્યપ્રદેશ સહિત બાકીનાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે લૉકડાઉનની અફવાથી લડવા અને અનલૉક-2ની તૈયારી શરૂ કરે. આપણે હવે અનલૉક-2 પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એ પણ કે લોકોને નુકસાનથી કઈ રીતે બચાવીએ. દેશમા કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 2 લાખના નજીક પહોંચી ગઈ છે. 

બુધવારે 12,813 નવા દર્દી સાથે કુલ દર્દી 3,58,458 થયા. 8,355 લોકો સાજા થતાં કુલ 1,93,081 લોકો કોરોનાને મ્હાત આપી છે.