‘તુ લગ્ન કર, હું તારી કૂખેથી જન્મ લઇશ’, કાયમ ચર્ચામાં રહેનારી અભિનેત્રીએ કર્યો મોટો દાવો
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક અઠવાડિયું થઇ ગયું છે. તેની અચાનક થયેલા નિધનથી તેના મિત્ર અને ફેન્સ ખૂબ જ દુખી છે. લોકો જાણવા માંગે છે કે આખરે તેણે આવું પગલું કેમ ભર્યું. આ વચ્ચે હવે બોલિવૂડની આઇટમ ગર્લ રાખી સાવંતે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતે તેનાથી આ વાત કરી છે.
કાયમ તેની વાતો અને વાહિયાત વીડિયો વિશે ચર્ચામાં રહેતી રાખી સાવંત ક્યારે શુ બોલે શુ કરે તેનો કોઇ ભરોસો નથી. રાખી ઘણા દિવસોથી ચર્ચાઓથી દૂર હતી. પરંતુ લાંબા સમય સુધી તે કેવી રીતે ચર્ચાથી દૂર રહી શકે, રાખી સાવંતે આ વખતે એવો દાવો કર્યો છે કે સુશાંતના ચાહકો અને પરિવારના પગ નીચેથી જમીન ખસી જશે. રાખીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કર્યા બાદ તેના સ્વપ્નમાં આવ્યો હતો.
https://www.instagram.com/tv/CBsKsE-j__y/?utm_source=ig_embed
ખરેખર રાખીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે સુશાંત સિંહ રાજપૂત વિશે એવો દાવો કર્યો છે કે જે સાંભળીને દરેક લોકો ચોંકી જશે. રાખી આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, ‘હું રાત્રે સૂઈ ગઇ હતી અને ત્યાં અચાનક જોરથી ઝટકો લાગ્યો. મેં પૂછ્યું કોણ છે? પછી અવાજ આવ્યો – હું સુશાંત. શું તમે માનો છો કે સુશાંત મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું કે મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. મારા ચાહકોને કહો, મારો ફરીથી જન્મ થઈ રહ્યો છે. ‘
આગળ રાખી કહે, ‘મેં કહ્યું- કેવી રીતે? તેથી તેને કહ્યું કે હું તમને ખૂબ જલ્દી કહીશ મેં કહ્યું ના તું મને અત્યારે કહે. તો સુશાંતે કહ્યું, ‘રાખી તું લગ્ન કરીશ અને હું તારા કૂખેથી જ જન્મ લઈશ’. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયો પર ફેન્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ મરી ગઈ છે તેના પર આવી મજાક કરવી યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના બાંદ્રા સ્થિત તેમના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સુશાંતે આ પગલું કેમ ભર્યું તે વિશે કોઈને કંઈ ખબર નથી. પોલીસ હવે સુશાંતના આપઘાત કેસમાં તપાસ કરી રહી છે. જેના માટે સુશાંતની નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.