30 જૂન સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરો, નહી કરનારને 10,000નો દંડ

30 જૂન સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરો, નહી કરનારને 10,000નો દંડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT)એ પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગની સમયસીમા 30 જૂન 2020 નક્કી કરી છે. જો આવામાં તમે પણ અત્યાર સુધી આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નથી કરાવ્યું તો જરૂરથી કરાવી લો. નહી તો તમારૂ પાનકાર્ડ રદ્દ થઇ જશે. સાથે જ તમારા પર 10,000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. પરંતુ સારી વાત એ છે કે, આધાર સાથે પાનકાર્ડ લિંક કરવાની રીત ખુબ જ સરળ છે. તો આજે અમે તમને આધાર સાથે પાનકાર્ડ લિંક કરવાની રીત બતાવીશું. જેનાથી તમે ઘર બેઠા બંન્ને દસ્તાવેજોને લિંક કરી શકો છો.

આધારને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે સૌથી પહેલા ઇન્કમ ટેક્સની આધિકારિક વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જવાનું થશે. તેના પછી તમારે સાઇટ પર આધાર કાર્ડનું વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાની રહેશે.

અહિં તમે સૌથી ઉપર તમારો પાનકાર્ડ નંબર એન્ટર કરો અને તેના પછી આધાર કાર્ડ નંબર સાથે પોતાનું નામ નાખો. હવે તમને કૈપ્ચા કોડ મળશે, જેને એન્ટર કરવાનો રહેશે, આટલું કર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતા જ આપમેળે ચકાસી લેવામાં આવશે અને તમારૂ આધાર પાનકાર્ડ સાથે લિંક થઇ જશે.

જો તમારૂ નામ આધાર અને પાન કાર્ડમાં અલગ-અલગ છે, તો તમારે ઓટીપીની જરૂર પડશે. આ ઓટીપી આધારની સાથે જોડાયેલા મોબાઇલ પર આવશે. ઓટીપીને નાંખતા જ તમારો આધાર નંબર પાન કાર્ડ સાથે જોડાઇ જશે.