અનલોક-2નો પ્લાન જારી : હવે રાત્રે 10થી પરોઢિયે 5 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે

અનલોક-2નો પ્લાન જારી : હવે રાત્રે 10થી પરોઢિયે 5 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે

। નવી દિલ્હી ।

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સોમવારે નોટિફિકેશન દ્વારા અનલોક-૨ની યોજના જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોને ધમધમતા કરવા માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી. માત્ર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી લોકડાઉન યથાવત્ રાખવામાં આવશે જ્યારે તે સિવાયના તમામ વિસ્તારોમાં નવી ગાઈડલાઈન્સ પ્રમાણે વિશેષ સુવિધાઓ આપવામાં આવશે અને સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ ૩૧ જુલાઈ સુધી આ સેવાઓ ચાલુ નહીં થાય

  • શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાનો, કોચિંગ સેન્ટર અને એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂટ્સ
  • ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ (MHAની પરવાનગી વગર)
  • સિનેમા હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ અને તેના જેવા તમામ સ્થળો. મેટ્રો રેલ.
  • સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાવડાઓ

આ છે નવી ગાઈડલાઈન

  • ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને ટ્રેન સેવાઓમાં વધારો કરવામાં આવશે. જ્યાં સ્થિતિ સારી હશે ત્યાં કનેક્ટિવિટી વધારવામાં આવશે.
  • નાઈટ કરફ્યૂ હવે રાત્રે ૧૦ વાગ્યાથી પરોઢિયે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે
  • ૬૫ વર્ષથી ઉપરની અને ૧૦ વર્ષથી નાના બાળકો, બીમાર અને ગર્ભવતીઓને ઘરમાં જ રહેવા તાકીદ કરવામાં આવી છે
  • કર્મચારીઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે
  • ઘરની બહાર નીકળતી વખતે, જાહેર જગ્યાઓએ, કામના સ્થળે કે પ્રવાસ દરમિયાન મોઢું ઢાંકેલું હોવું જોઈશે, માસ્ક પહેરવું પડશે.
  • જાહેર સ્થળોએ છ ફૂટનું અંતર જાળવવું પડશે.
  • દુકાનોએ પણ ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાત તેની તકેદારી રાખવી પડશે.
  • લગ્નોમાં ૫૦ વ્યક્તિ અને મરણપ્રસંગે ૨૦ વ્યક્તિથી વધુ ભેગા થવું નહીં
  • જાહેરમાં પાનમસાલા, ગુટકા, તમાકુ, દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરવું નહીં અને થુંકવું નહીં.