ફ્રોડનો અજીબોગરીબ વિચિત્ર કિસ્સો: ATMમાંથી કેશ ના નીકળી તો કસ્ટમરમાં ફોન કર્યો, 43 હજાર છૂમંતર

ફ્રોડનો અજીબોગરીબ વિચિત્ર કિસ્સો: ATMમાંથી કેશ ના નીકળી તો કસ્ટમરમાં ફોન કર્યો, 43 હજાર છૂમંતર

ડેબિટકાર્ડની માહિતી માગી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાંઉ થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને એટીએમમાંથી નાણાં ન નીકળતા તેણે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. બાદમાં નાણાં તો આવી ગયા પણ ફરી એક ફોન આવ્યો તે સમયે ૪૩ હજારનું ફ્રોડ થઈ ગયો હતો.

રાયપુરમાં રહેતા મનોહરભાઈ જાવલે ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓનું એસબીઆઈમાં એકાઉન્ટ છે અને ગત ૨૨મીએ સાંજે રૂપિયાની જરૂર પડતાં ઘર નજીક પંજાબ નેશનલ બેન્કના એટીએમ સેન્ટર પર જઈ ૩,૫૦૦ રૂપિયા કાઢવા પ્રોસેસ કરી હતી. પણ મશીનમાંથી રૂપિયા ન હોવાથી રૂપિયા લઈ શક્યા ન હતા.

પરંતુ  રૂપિયા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે ગૂગલમાંથી એસબીઆઈ બેન્કના કસ્ટમર કેરનો નંબર શોધીને ફરિયાદ કર્યાના થોડીવારમાં તેમના મોબાઇલમાં એક લિંક આવી હતી. બાદમાં તે લિંક પર ઓકે બટન દબાવતા તેમના ૩,૫૦૦ રૂ. પાછા ક્રેડિટ થઈ ગયા હતા.

જોકે, ફરી તેઓના મોબાઇલ નંબર પર કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે ફરીથી રૂપિયા ન કપાય તે માટે અમારા સિનિયરનો ફોન આવશે તે કહે તેમ પ્રોસેસ કરજો. બાદમાં ફોન કરનાર વ્યક્તિએ મનોહરભાઈ પાસે ઊજી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી બાદ ગૂગલ પે પર ટુકડે ટુકડે ૪૩ હજાર રૂપિયા મગાવી લીધા હતા.

મનોહરભાઈએ પૈસા કેમ ટ્રાન્સફ્ર કરાવ્યા તેવું પૂછતાં જ ફોન કરનારે તે પૈસા પરત એકાઉન્ટમાં જ જમા થશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. પરંતુ પૈસા એકાઉન્ટમાં જમા ન થતા આખરે પોલીસ ફરિયાદ કરી છે.