ભારતીય એપની લોકપ્રિયતમાં ધરખમ વધારો, 36 કલાકમાં દોઢ કરોડ લોકોએ ડાઉનલોડ કરી

ભારતીય એપની લોકપ્રિયતમાં ધરખમ વધારો, 36 કલાકમાં દોઢ કરોડ લોકોએ ડાઉનલોડ કરી

ભારત સરકાર તરફથી 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યા બાદ ઘણા ભારતીય એપ્સની ડિમાન્ડ ખુબ જ વધી ગઇ છે. ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ શેરચેટ ગત 36 કલાકમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડથી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. શેર ચેટે અત્યારે જણાવ્યું કે MyGov Indiaએ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે જેથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા 60 મિલિયન એક્ટિવ યૂઝર્સ કનેક્ટ કરવામાં આવી શકે.

દર કલાકે 5 લાખ વખત ડોઉનલોડ થઇ રહ્યું ચે શેરચેટ

ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ બાદ શેરચેટના ડાઉનલોડ્સમાં ખુબ જ ઓછા સમયમાં વૃદ્ધિ થઇ છે. કંપની અનુસાર શેરચેટે દર કલાકે 5 લાખ ડાઉનલોડ રેકોર્ડ કર્યા છે. શેરચેટ પ્લેટફોર્મ પર 1 લાખથી વધારે એવી પોસ્ટ કરવામાં આવી છે જેમા ભારત સરકાર તરફથી ચાઇનીઝ એપ્સને બેન કરવાના નિર્ણયને સમર્થન કરવામાં આવ્યું છે.

હેલો અને ટિકટોકથી શેરચેટની ટક્કર

શેરચેટ એપના પ્લે સ્ટોર પર 150 મિલિયનથી વધારે ડાઉનલોડ છે. શેરચેટની ભારતમાં ચીનના હેલો અને ટિકટોકથી ટક્કર છે. આ બંન્ને ચીનની બાઇટડાંસ કંપનીની એપ્સ છે જેના પર સરકારે રવિવારે પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધના કારણે શેરચેટ જેવી ઘણી ભારતીય એપ્સની લોકપ્રિયતામાં વધારો થયો છે.

15 ક્ષેત્રીય ભાષામાં ઉપલબ્ધ છે શેચચેટ

શેરચેટ 15 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. જેમા હિંદી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલગૂ, તમિલ, બંગાલી, ઉડીયા, કન્નડ, આસામીજ, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ જેવી ભાષાઓ સામેલ છે.

150 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ યૂઝર્સ

શેરચેટ 4 વર્ષ જૂનુ સોશિયલ પ્લેટફોર્મ છે. કંપની પાસે હાલમાં 150 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ યૂઝર્સ છે ત્યાં જ 60 મિલિયન એટલે કે 6 કરોડથી વધારે મંથલી એક્ટિવ યૂઝર્સ છે.કંપની પાસે 1 બિલિયનથી વધારે વોટ્ટસએપ શેર છે. હાલના સમયમાં યૂઝર્સ દરરોજ 25 મિનિટ આ પ્લેટફોર્મ પર વિતાવે છે.