કોરોનાની વેક્સિનની રાહ જોતા ભારત માટે નિરાશાજનક સમાચાર, વિજ્ઞાન મંત્રાલયની પીછેહઠ

કોરોનાની વેક્સિનની રાહ જોતા ભારત માટે નિરાશાજનક સમાચાર, વિજ્ઞાન મંત્રાલયની પીછેહઠ

કોરોના વાયરસની વેક્સિનને લઇને ICMRનાં દાવા પર અનેક સંગઠન અને વિરોધ પક્ષ પ્રશ્નો ઉઠાવી જ રહ્યા હતા, તો હવે વિજ્ઞાન મંત્રાલયે પણ કહ્યું છે કે 2021થી પહેલા વેક્સિનનાં ઉપયોગમાં આવવાની સંભાવના નથી. ICMRએ દાવો કર્યો હતો કે 15 ઑગષ્ટ સુધી કોરોનાની વેક્સિન ઉપયોગ માટે ઉપલબ્ધ હશે. તેણે કેટલીક હૉસ્પિટલો અને સંસ્થાઓને ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવાનાં નિર્દેશ આપ્યા હતા. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે 140 વેક્સિનમાંથી 11 હ્યૂમન ટ્રાયલ માટે તૈયાર છે, પરંતુ આવતા વર્ષ સુધી મોટા પ્રમાણમાં ઉપયોગની શક્યતા ઓછી નજર આવે છે.

6 ભારતીય કંપનીઓ રસી પર કામ કરી રહી છે

માણસો પર ટ્રાયલ માટે 11 વેક્સિન તૈયાર છે અને આમાંથી 2 ભારતમાં બની છે. એક આઈસીએમઆર અને બાયોટેકે મળીને બનાવી છે તો બીજી ઝાયડસ કેડિલાએ બનાવી છે. મંત્રાલયે રવિવારનાં કહ્યું છે કે 6 ભારતીય કંપનીઓ રસી પર કામ કરી રહી છે. આઈસીએમઆરની ‘કોવેક્સિન’ પણ હ્યૂમન ટ્રાયલ માટે તૈયાર છે અને આને મંજૂરી મળી ગઈ છે. વિજ્ઞાન મંત્રાલયે એ પણ કહ્યું કે દુનિયાભરની 140 વેક્સિનમાંથી 11 હ્યૂમન ટ્રાયલનાં સ્ટેજમાં છે અને આ કોરોનાનાં ખાત્માની શરૂઆત છે.

 15 ઑગષ્ટ સુધી કોરોનાની રસી ઉપયોગમાં આવશે તેઓ ICMRએ કર્યો હતો દાવો

મંત્રાલયે કહ્યું કે, કોરોનાની વેક્સિન અંધારામાં એક રોશનીની આશા જેવી હશે. એ પણ કહેવામાં આવ્યું છે કે પહેલા પણ ભારત વેક્સિન બનાવવાનાં મામલે અગ્રણી રહ્યું છે. યૂનિસેફને પણ 60 ટકા રસીનો સપ્લાય ભારત કરે છે. ICMRએ જ્યારે દાવો કર્યો કે 15 ઑગષ્ટ સુધી કોરોનાની રસીને ઉપયોગમાં લાવવામાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે, તો તેના એક દિવસ પછી જ વૈજ્ઞાનિક તેમજ ઐદ્યોગિક વિકાસ પરિષદ CSIR-CCMBનાં ટોચનાં અધિકારીએ કહ્યું કે, આ પ્રક્રિયામાં અનેક ક્લિનિકલ ટ્રાયલ કરવા પડે છે અને આ કારણે એક વર્ષથી પહેલા વેક્સિન લાવવી સંભવ નથી.

દુનિયાભરમાં વેક્સિનનાં ટ્રાયલ માટે ફાસ્ટ્રેક રીતો અપનાવાઈ રહી છે

તો ICMRએ કહ્યું છે કે કોરોના જેવી ખતરનાક બીમારીની વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલની જરૂરીયાત છે અને દુનિયાભરમાં ફાસ્ટ ટ્રેકથી આને કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. MCP મહાસચિવ સીતારામ યેચુરીએ ICMR પર આરોપ લગાવ્યો કે રસી બનાવવાની ઉતાવળ એ માટે થઈ રહી છે કે 15 ઑગષ્ટનાં વડાપ્રધાન આની જાહેરાત કરી શકે. તેમણે કહ્યું કે રસી બનાવવા માટે આવશ્યક વૈશ્વિક માપદંડોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તેમણે કહ્યું કે કોઈપણ રિસર્ચ આદેશ અનુસાર નથી કરવામાં આવી રહ્યું. ICMRએ જણાવ્યું કે દુનિયાભરમાં ટ્રાયલ માટે ફાસ્ટ્રેક રીતોને અપનાવવામાં આવી રહી છે, જેમાં માણસ અને પશુઓ પર સાથે ટ્રાયલ કરવામાં આવે છે.