ગુજરાતમાં વધતો જતો કોરોનાનો કહેરઃ આજે પણ અધધધ 735 કેસ-17નાં મોત

ગુજરાતમાં વધતો જતો કોરોનાનો કહેરઃ આજે પણ અધધધ 735 કેસ-17નાં મોત

ગુજરાતમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. અનલોકનાં તબક્કામાં રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા હવે રોજની 700ને પાર નોંદાઈ રહી છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં વધારે 735 કેસો નોંધાયા છે. જ્યારે 19 દર્દીઓનાં મોત નિપજ્યા છે, અને 423 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 36,858 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1962 લોકોનાં મોત નિપજ્યા છે. તો કુલ ડિસ્ચાર્જનો આંક 26323 પર પહોંચ્યો છે. 

આજે નોંધાયેલ કોરોનાનાં કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, વડોદરા કોર્પોરેશન ૫૫, સુરત ૪૦, ભાવનગર કોર્પોરેશન ૨૬, બનાસકાંઠા ૨૪, ભરૂચ ૧૮, અમદાવાદ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૪, ગાંધીનગર ૧૩, વલસાડ ૧૩, મહેસાણા ૧૨, કચ્છ ૧૧, વડોદરા ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, ખેડા ૯, ભાવનગર ૯, પંચમહાલ ૮, સાબરકાંઠા ૮, નવસારી ૮, અમરેલી ૭, રાજકોટ ૭, જુનાગઢ ૬, જામનગર કોર્પોરેશન ૫, સુરેન્દ્રનગર ૫, દાહોદ ૫, ગાંધીનગર કોર્પોરેશન ૪, મોરબી ૪, તાપી ૪, પાટણ ૩, છોટા ઉદેપુર ૩, અરવલ્લી ૨, મહીસાગર ૨, બોટાદ ૨, ગીર-સોમનાથ ૨, જામનગર ૨, આણંદ ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૫૭૩છે, જેમાંથી ૬૯ દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે ૮૫૦૪ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૭, સુરત કોર્પોરેશન ૪, સુરત ૨, અરવલ્લી ૨, બનાસકાંઠા ૧, ખેડા ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.