કોરોના વાયરસ: WHOએ દુનિયા સામે મુંબઇના ધારાવી મોડલના કર્યા વખાણ

કોરોના વાયરસ: WHOએ દુનિયા સામે મુંબઇના ધારાવી મોડલના કર્યા વખાણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ મુંબઇના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં કોરોના વાયરસના બ્રેક માટે વખાણ કર્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ધારાવીમાં કોરોના વાયરસને કાબૂમાં લેવાના પ્રયત્નોને લીધે આજે આ વિસ્તાર કોરોના મુક્ત થવાના આરે છે. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક એકતાની સાથે મળીને જ આ મહામારીને રોકી શકાય છે.

શું કહ્યું WHOએ

ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ એડહાનમ ગેબ્રેયેસેસએ કહ્યું, ‘દુનિયાભરમાં એવા ઘણા દાખલા છે કે જેણે બતાવ્યું છે કે ભલે ગમે તેટલો પ્રકોપ હોય છતાંય તેને નિયંત્રણમાં લાવી શકાય છે અને આનાં કેટલાક ઉદાહરણોમાંથી કેટલાંક અંશે ઇટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયા છે અને એટલે સુધી કે ધારાવીમાં પણ છે.

ધારાવી મોડેલની પ્રશંસા

યુએનના સ્વાસ્થ્ય પ્રમુખે કહ્યું કે મુંબઇના આ સ્લમ એરિયામાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સંક્રમિત દર્દીઓને તરત સારવારના લીધે અહીંના લોકો કોરોનાની લડાઇમાં જીતની તરફ છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે નેતૃત્વ, સમુદાયની ભાગીદારી અને સામૂહિક એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, “એવા દેશોમાંથી જ્યાં ઝડપી વિકાસ થાય છે, જ્યાં પ્રતિબંધોમાં ઢીલ અપાય રહી છે અને હવે કેસ વધી રહ્યા છે. આપણે નેતૃત્વ, સમુદાયની ભાગીદારી અને સામૂહિક એકતાની જરૂર છે. ”

12 નવા કેસ સામે આવ્યા

શુક્રવારે મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ -19 ના 12 નવા કેસ સાથે કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,359 થઈ ગઈ છે. આ માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અધિકારીએ આપી હતી. જોકે, સિવિક બોડીએ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કોવિડ -19ના મોતના સંબંધિત માહિતી આપવાનું બંધ કરી દીધું છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ધારાવીમાં 166 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને 1,952 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. ધારાવી, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, 2.5 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે, જ્યાં નાના-નાના મકાનોમાં આશરે 6.5 લાખ લોકો રહે છે.

ધારાવી મોડેલ શું છે, જેના દ્વારા કોરોના પર મોટાપાયે કાબૂ મેળવાયો?

1 એપ્રિલના રોજ ધારાવીમાં કોરોનાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો તે પહેલાં જ અમને આશંકા હતી કે અહીંની પરિસ્થિતિ વધુ વણસી શકે છે. કારણ કે 80 ટકા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે. 8 થી 10 લાખની વસ્તીવાળા તે વિસ્તારમાં નાના મકાનમાં 10 થી 15 લોકો રહે છે. તેથી બધાને હોમ આઇસોલેશન કરી શકાય છે અને ના તો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી શકે છે.

તેથી જ જ્યારે કેસ વધવાનું શરૂ થયું ત્યારે અમે ચેઝ દ વાયરસ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. આ અંતર્ગત કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ, ફીવર કેમ્પ, લોકોને આઇસોલેટ કરવાનું અને ટેસ્ટ કરવાનું શરૂ કર્યું. શાળા, કોલેજને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા. ત્યાં સારા ડોકટર્સ, નર્સ અને 3 ટાઇમ સારું જમવાનું આપ્યું. રમઝાન દરમિયાન મુસ્લિમ લોકોને ડર હતો પરંતુ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં વધુ સારી સુવિધાઓને જોતા તેઓ જાતે જ સામે આવ્યા.

આથી અમારું કામ સરળ થઈ ગયું. સંસ્થાકીય રીતે 11 હજાર લોકોને અલગ રાખવામાં આવ્યા.. સાંઈ હોસ્પિટલ, ફેમિલી કેર અને પ્રભાત નર્સિંગ હોમ દ્વારા અમને ખૂબ મદદ કરવામાં આવી. આ તમામ પ્રયત્નોનું પરિણામ એ છે કે અહીં માત્ર 23 ટકા સક્રિય કેસ છે. 77 ટકા લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

અત્યાર સુધીમાં કેટલા ક્વોરેન્ટાઇન સેન્ટર્સ બંધ કરાયા છે?

રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ધારાવી મ્યુનિસિપલ સ્કૂલ ટ્રાન્ઝિટ કેમ્પ અને સ્ક્વેર બેડ હોલ દાદરને બંધ કરાયો છે. કારણ કે અહીં દર્દીઓ રાખવાની જરૂર નહોતી. કુલ 12 ક્વારેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા હતા, તેમાંથી 3 બંધ થઇ ગયા.

ધારાવીમાં કોરોનાને રોકવા કેટલી બીએમસી અને તબીબી ટીમોની સામેલ હતી?

ધારાવીમાં કોરોના સંક્રમણ પર કાબૂમાં રાખવો મોટો પડકાર હતો. તેથી અમે તમામ હોમવર્ક કર્યા પછી ટીમને તૈયાર કરી. અહીં કુલ 2450 BMC લોકો કાર્યરત હતા. તેમાં સફાઇ કામદારથી લઈને પાણી ખોલવાવાળા સુધી સામેલ હતા. એ જ રીતે 1250 લોકોની મેડિકલ ટીમ કોન્ટ્રાક્ટ પર હતી. તેમાં 12 થી 13 ડોકટર સામેલ હતા. તમામ લોકો એ દિવસ-રાત કામ કરીને અહીં કોરોનાને હરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

ધારાવીમાં જાહેર શૌચાલયો એક મોટો પડકાર છે, આ સમસ્યાને કંઇ રીતે ઉકેલી?

અમારા માટે સૌથી મોટો પડકાર જાહેર શૌચાલયો હતો, જેની સંખ્યા 450થી વધુ છે. શરૂઆતમાં જાહેર શૌચાલયોની દિવસમાં બેથી ત્રણ વખત સફાઇ કરવામાં આવતી હતી. જ્યારે કેસ ઝડપથી વધ્યા ત્યારે સેનિટાઇઝેશન દિવસમાં 5 થી 6 વખત કરતા હતા. શૌચાલયની બહાર હેન્ડવોશ રાખવામાં આવતું હતું. શરૂઆતમાં ચોરી થઇ ગયા. જો કે પછીથી તેની પણ ગોઠવણ કરવામાં આવી હતી. ડેટોલ અને હિન્દુસ્તાન યુનિલિવર કંપનીએ અહીં મોટાપાયે હેન્ડવોશ પૂરા પાડ્યા હતા. લોકોને સાબુ વહેંચવામાં આવ્યા હતા. એનજીઓ અને અન્ય સંસ્થાઓએ ખૂબ મદદ કરી.