દેશમાં હવે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી : રૂ. 60000માં વેચાણ

દેશમાં હવે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી : રૂ. 60000માં વેચાણ

। નવી દિલ્હી ।

દેશમાં કોરોના વાઇરસની સારવાર માટે વપરાતી જરૂરી દવા રેમડેસિવિરની કાળાબજારી શરૂ થઈ છે. રેમડિસિવિર ઇન્જેક્શનની મૂળ એમઆરપી ફક્ત રૂ. ૫,૪૦૦ છે પણ તે રૂપિય ૬૦,૦૦૦ના અધધ… ભાવે વેચાઈ રહ્યું છે. ફરિયાદને આધારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, વીજી સોમાણીએ તમામ રાજ્યોને પાઠવેલા એક આકરા પત્રમાં એવું જણાવ્યું કે રેમડેસિવિરની કાળાબજારી ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે કહ્યું કે આ દવાની તીવ્ર અછત સર્જાઈ છે તે વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે તે વાત અમારા ધ્યાનમાં આવી છે અને અમે તેની કાળાબજારી અટકાવવાનો પ્રયાસો કરી રહ્યાં છે. એવે સમયે કે જ્યારે મહારાષ્ટ્ર અને મહાનગર મુંબઈમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે રેમડિસિવિરની ખૂબ મોટા પાયે કાળાબજારી કરાઈ રહી હોવાનું બહાર આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર ફાઉન્ડેશનના અધ્યક્ષ અભય પાંડે કહે છે કે એસિમપટોમેટિક દર્દીઓને નામે જે ભલામણ ચિઠ્ઠી આપે છે તેને કારણે તેને કાળાબજારી વધી રહી છે કારણ કે આ દવા ફક્ત ગંભીર દર્દીઓ માટે પરંતુ પરંતુ આ ચિઠ્ઠી સપ્લાય પાસે જઈ રહી છે ત્યાંથી તેની કાળાબજારી થઈ રહી છે અમે આ અંગે મહારાષ્ટ્ર એફડીએને જાણ કરી છે. વરિષ્ઠ ડોક્ટર જલીલ પારકરે કહ્યું કે હું જ્યારે બીમાર હતો ત્યારે મને આ દવા મળી ન હોતી. મારા ઘણા દર્દીઓને પણ રેમડેસિવિર અને ટોસિલિઝૂમેબ જેવી દવાની જરૂરત હતી પણ ઉપલબ્ધ થઈ શકી નહોતી.

રેમડેસિવિરને રૂ. ૧૫ હજારમાં વેચનાર બે ઝડપાયા

મુંબઈની મીરા રોડ પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરવાનો આરોપસર બે લોકોની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની એમઆરપી રૂ. ૫,૪૦૦ છે પણ તેને રૂ. ૧૫ હજારમાં વેચવામાં આવી રહી છે. બીજી એક જરૂરી એન્ટિ વાઇરલ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન  ૪૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એક હોસ્પિટલની ફરિયાદને આધારે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડયાં હતા.