અમેરિકામાં ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

અમેરિકામાં ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

વોશિંગ્ટન, તા. 17 જૂન 2019, સોમવાર

અમેરિકામાં ભારતીય મૂળના એક પરિવારના ચાર સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ શનિવારે વેસ્ટ ડેસ મોઇન્સ શહેરમાં બન્યો જેમાં ચાર જણાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. મૃતકોમાં 44 વર્ષીય ચંદ્રશેખર સંકારા અને 41 વર્ષીય લાવણ્યા સંકારાનો સમાવેશ થાય છે. બાકી બે મૃતકો બાળકો છે જેમની ઉંમર 15 અને 10 વર્ષ છે. 

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોના શરીર પર ગોળીઓના અનેક નિશાન મળ્યાં હતાં. બનાવની જાણ ત્યારે થઇ જ્યારે તેમના ઘરમાં રહેલા મહેમાનોએ તેમના મૃતદેહ જોયા અને પોલીસને જાણ કરી.

શહેરના પોલીસ વિભાગના અધિકારી સાર્જન્ટ ડેન વેડના જણાવ્યા અનુસાર પોલીસ બનાવની તપાસ કરી રહી છે અને પુરાવા મળતા સુધી તપાસ ચાલુ રહેશે.હાલ હત્યાકાંડ પાછળના કારણની જાણ થઇ નથી અને કોઇ સંદિગ્ધનું નામ પણ સામે આવ્યું નથી.