ભગવાન પર ચડાવેલા ફૂલને ક્યારેય ફેંકવાની ભૂલ ન કરશો, નહીંતો …

ભગવાન પર ચડાવેલા ફૂલને ક્યારેય ફેંકવાની ભૂલ ન કરશો, નહીંતો …

હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ પર ફૂલ ચડાવવાની પરંપરા છે. આમ જોવા જઈએ તો કોઈ પણ પૂજા ફૂલ ચડાવ્યા વીના અધુરી જ માનવામાં આવે છે. સમસ્ત દેવતાઓને ફૂ ખુબજ પ્રિય છે. હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં તો દરેક ભગવાનને અલગ અલગ ફૂલ પ્રિય છે તેવું વર્ણન મળે છે. ભગવાનને જ્યારે આ ફૂલ ચડે છે ત્યારે તો આપણે ખુબજ ઉત્સાહિત હોઈએ છીએ પણ પછી જ્યારે આ જ ફૂલ કરમાવા લાગે ત્યારે આપણે તેનું શું કરવું તે સમજમાં નથી આવતુ. શાસ્ત્રોમાં લખ્યુ છે કે ભગવાનને ચડેલા ફૂલોને જ્યાં ત્યાં ફેંકી દેવાથી ખુબજ મોટુ પાપ થાય છે. ક્યાંક તમે પણ આવું તો નથી કરતાને?

તો આજે આપણે જાણીશું આવા પાપથી આપણે કેવી રીતે બચી શકીએ. ભગવાનના ચરણોમાં સમર્પિત કરેલા આ ફૂલોને જ્યોતિષ ઉપાય અનુસાર રાખશો તો તમારા જીવનમાં અચાનક સકારાત્મક એનર્જી આવશે.

જો કોઈ જાતકના જીવનમાં વિવાહમાં વિઘ્ન આવી રહ્યા છે, તો ભગવાનના ચરણોમાં સમર્પિત ફૂલને ઉપાડીને સુમસામ ભૂમિ પર લાકડીથી ખોદીને દબાવી દેવુ જોઈએ. આ સિવાય જો શનિદેવનો દુષ્પ્રભાવ ચાલતો હોય અને વિવાહમાં મોડુ થઈ રહ્યુ હોય તો કાળા સુરમા સાથે ભગવાનને ચડેલુ ફૂલ જમીનમાં દબાવી દેવુ જોઈએ. યાદ રહે આ ખુબજ શાસ્ત્રોક્ત ઉપાય છે આને પુરી આસ્થા અને શ્રદ્ધાથી કરશો તો ચોક્કસ ફળ પ્રદાન કરશે.

તમામ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરવા કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે હનુમાનજીના ચરણોમાં પડેલા ગુલાબ કે બીજા કોઈ પણ રંગના ફૂલોમાંથી 11 ફૂલ ઉપાડી તમારી પાસે રાખી લો, આવું કરવાથી બજરંગબલીના આશીષ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે.

જો તમે કોઈ મંદિરમાં જાવ અને પંડિતજી તમને ભગવાનને ચડેલા ફૂલો આપે તો સમજી લો કે તમારી કિસ્મત બદલાઈ જશે. તમામ પ્રકારના રોગને મટાડવા માટે ભગવાનને ચડેલા ફૂલોને અખંડિત પાનમાં રાખી 31 વાર ઉતારી તેને ચાર રસ્તાઓ પર રાખી દો. આનાથી રોગથી મુક્તિ મળશે.