તમારી વોટ્સએપ ચેટ્સને લીક થવાથી સુરક્ષિત રાખવી છે? તો જાણી લો ખુબ જ જરૂરી આ 7 વાતો

તમારી વોટ્સએપ ચેટ્સને લીક થવાથી સુરક્ષિત રાખવી છે? તો જાણી લો ખુબ જ જરૂરી આ 7 વાતો

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર રોજ ઘણા બધા યુઝર્સ ચેટ કરે છે, પરંતુ તેના મેસેજ પણ લીક થઈ શકે છે. એપ્લિકેશનમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઉપલબ્ધ હોવા છતાં, થોડી બેદરકારીને લીધે કોઈ અન્ય વ્યક્તિ તમારી ચેટ વાંચી શકે છે. તેવામાં તમારે તરત જ WhatsApp પર ટુ ફેક્ટર વેરિફિકેશન ઓન કરવું અને ફિંગરપ્રિન્ટ લોક લગાવીને રાખવા જેવી બાબતો કરવી જોઈએ. આ સિવાય તમારા માટે 7 વસ્તુઓ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વ્યક્તિગત ચેટ સુરક્ષિત રહી શકે.

ચેટ બેકઅપ સલામત નથી

મેસેજિંગ એપ્લિકેશન પર જૂની ચેટને રિસ્ટોર કરવાની સૌથી સહેલી રીત ચેટ્સ બેકઅપ છે. જો કે આ સાથે સંબંધિત એક ખરાબ બાબત એ છે કે વોટ્સએપ ચેટ બેકઅપ સંપૂર્ણપણે સલામત નથી. વોટ્સએપ ફક્ત તેના પ્લેટફોર્મ પર જ એન્ક્રિપ્શન યુઝર્સ આપે છે. ગૂગલ ડ્રાઇવ અથવા આઈક્લાઉડ પર સ્ટોર વોટ્સએપ ચેટ બેકઅપ એન્ક્રિપ્ટેડ રહેતું નથી. અને તેનાથી સરળતાથી મેસેજ સુધી પહોંચી શકાય છે.

6 અંકોનો પિન સેટ કરવો જરૂરી

એપ પર ટુ ફેક્ટર ઓન્થેટિકેશન ઓન કરવું સારું રહે થે, તે બાદ 6 અંકોનો પિન સેટ થઈ જાય છે. જેની મદદતી એકાઉન્ટમાં ફરીથી કે કોઈ અન્ય ડિવાઈઝ પર લોગન ઈન કરી શકાય છે. જો કોઈ હેકર ફોન કે SIM ક્લોન કરવાની કોશિશ કરે છે ત્યરે પણ પિન વગર તમારા એકાઉન્ટ સુધી પહોંચી શકાતું નથી.

લોક થઈ જશે વોટ્સએપ એકાઉન્ટ

પિન સેટ કરવાની સાથે જ વોટ્સએપ યુઝર પાસેથી તેનું ઈમેઈલ આઈડી માગવામાં આવે છે. જેથી 2FA પિન ભૂલવા પર એકાઉન્ટ એક્સેસ કરી શકાય. જો કે, ખોટા ઈમેઈલ આઈડી નાખવા પર તમારું એકાઉન્ટ લોક પણ થઈ શકે છે. અને પિન ભૂલવા પર તમે ક્યારેય એકાઉન્ટ રિસ્ટોર નહીં કરી શકો.

ચે્ટ્સ એક્સપોર્ટ કર્યાં તો એન્ક્રિપ્શન ખતમ

કોઈ સ્થિતિમાં જો તમે વોટ્સએપ ચેટને ઈમેઈલ આઈડી પર મોકલીને સેફ રાખવા માગો છો, તો ધ્યાન રહે કે એપ પર મળનાર એન્ડ ટુ એન્ડ ડિસ્ક્રીપ્શન ખતમ થઈ જાય છે. એટલે કે થર્ડ પાર્ટી ચેટ વાંચી શકે છે.

મેમરી કાર્ડથી ચેટ ટ્રાન્સફર

કોઈપણ મેમરી કાર્ડ કે પછી પેન ડ્રાઈવની મદદથી એક ડિવાઈઝથી બીજા ડિવાઈઝમાં વોટ્સએપ ચેટ બેકઅપ્સનો ડેટાબેઝ શેર કરી શકાય છે. ફોનના વોટ્સએપ ફોલ્ડરમાં રહેલી ફાઈલ્સને તમે ક્યાંય પણ કોપી અને પેસ્ટ કરીને સ્ટોર કરી શકો છો.

ચેટ બેકઅપ ડિલીટ કરી શકો છો

જો તમે તમારી ચેટ બેકઅપ ડિલીટ કરવા માગો છો તો વોટ્સએપ ફોલ્ડરમાં જઈને ડેટાબેઝ પર ટેપ કરીને તેને ડિલીટ કરી શકો છો. આ ઉપરાંત ડેસ્કટોપ પર ગુગલ ડ્રાઈવમાં જઈને પણ બેકઅપ કેન્સલ કરી શકો છો.

એન્ડ્રોઈડ અને આઈફોનમાં ટ્રાન્સફર નહીં

જો તમે આઈફોનથી એન્ડ્રોઈડ પર સ્વિચ કરવા માગો છો તો તમારી જુની વોટ્સએપ ચેટ અંગે ભૂલી જાઓ. વોટ્સએપ ઓફિશિયલી ચેટ બેકઅપ ટ્રાન્સફરને આઈફોન અને એન્ડ્રોઈડમાં સપોર્ટ કરતું નથી. અનેક થર્ડ પાર્ટી એપ્સ અને ટુલ્સ આમ કરવાનો દાવો કરે છે પણ કામમાં આવતાં નથી.