હાથરસ ગેંગરેપઃ માતા-પિતા વિરોધ કરતાં રહ્યા, UP પોલીસે રાતોરાત કરી દીધા અંતિમ સંસ્કાર

હાથરસ ગેંગરેપઃ માતા-પિતા વિરોધ કરતાં રહ્યા, UP પોલીસે રાતોરાત કરી દીધા અંતિમ સંસ્કાર

પરિવારજનો અને ગામ લોકોનાં ભારે વિરોધ વચ્ચે હાથરસ ગેંગરેપ પીડિતાના મંગળવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પીડિતાનો મૃતદેહ અડધી રાત્રે હાથરસ પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. પણ ભારે પોલીસ બળની તહેનાતી વચ્ચે યુપી પોલીસે ગેંગરેપ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેતાં ચકચાર મચી જવા પામી છે.

અડધી રાત્રે જ્યારે મૃતદેહ ગામડે પહોંચ્યો તો ગામનાં લોકો અંતિમ સંસ્કાર માટે રાજી ન હતા. પણ પોલીસે ભારે વિરોધ બાદ પણ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ગ્રામજનોનાં ભારે આક્રોશને જોતાં સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગેંગરેપ પીડિતાનો મૃતદેહ રાત્રે 12.45 વાગ્યે હાથરસ પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે લોકોએ તેને રોકી દીધી હતી. એમ્બ્યુલન્સ પીડિતાના ગામની પાસે રાત્રે 2.35 સુધી ઉભી રહી હતી. પણ રાત્રે 2.45 વાગ્યે વારંવારના અફસફળ પ્રયાસો બાદ પોલીસે એમ્બ્યુલન્સને અંતિમ સંસ્કાર માટે રવાના કરી દીધી હતી.

પીડિતાના પિતા અને ભાઈની સાથે ડીએમ અને એસપી હતા. પીડિતાનો મૃતદેહ લઈને જ્યારે એમ્બ્યુલન્સ ગામડે પહોંચી તો લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. લોકો એમ્બ્યુલન્સની સામે સૂઈ ગયા હતા. અને કહેવા લાગ્યા કે અમને મારી નાખો પણ અમે અંતિમ સંસ્કાર કરવા દઈશું નહીં. જે બાદ લોકો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતી.

એસપી અને ડીએમ પીડિતાના પિતાને અંતિમ સંસ્કાર કરવા માટે મનાવતા રહ્યા. તે સમયે પીડિતાની માતા કહેવા લાગી કે દીકરીના મૃતદેહને એક વખત ઘરે લઈને ચાલો. પણ પોલીસ અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સમજાવતી રહી. જ્યારે પરિવારજનો હતા કે પહેલાં મૃતદેહને ઘરે લઈ જવાની વાત કરતા રહ્યા હતા. અંતે 2.45 વાગ્યે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે યુપી પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.