ગુલામ નબીએ મોદીના વખાણ કર્યા:કહ્યું- હું તેમને કઠોર માનતો હતો, પરંતુ તેમનામાં માણસાઈ છે; 'ચોકીદાર ચોર છે' નો નારો માત્ર રાહુલનો છે

ગુલામ નબીએ મોદીના વખાણ કર્યા:કહ્યું- હું તેમને કઠોર માનતો હતો, પરંતુ તેમનામાં માણસાઈ છે; 'ચોકીદાર ચોર છે' નો નારો માત્ર રાહુલનો છે

 
 • આઝાદે કહ્યું- રાહુલ ગાંધી સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી.
 • કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદે પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હું તેમને ખૂબ જ કઠોર માણસ માનતો હતો, પરંતુ તેનામાં માણસાઈ છે. હું વિચારતો હતો કે જો તેમની પત્ની નથી, બાળકો નછી, તો તેમનામાં કોઈ કદર નહીં હોય, પરંતુ એવું નથી. આઝાદે કોંગ્રેસ વર્કિંગ કમિટિ પર પણ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ સંસ્થાનો કોઈ મતલબ નથી. 'ચોકીદાર ચોર છે'નો નારા માત્ર રાહુલ ગાંધીનો હતો. તેનું સમર્થન કોઈ વરિષ્ઠ નેતાઓ કર્યું નહોતુ.

  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ વર્કિંગ કમિટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ સંસ્થાનો કોઈ અર્થ રહ્યો નથી. તે હવે અર્થ વીનાનું બની ગયું છે. તેમણે પીએમ મોદીની સતત ટીકા કરવા બદલ રાહુલ ગાંધીની પોલીસી પર પણ નિશાન સાધ્યું છે.

  NDTVને ટાંકતા આઝાદે જણાવ્યું હતુ કે હાલનું CWC અર્થ વીનાનું છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં CWC જ મહત્વનું હતુ, પરંતુ છેલ્લા 10 વર્ષોમાં આ કમિટીમાં 25 સભ્યો થઈ ગયા છે અને વધુ 50 લોકોને આમંત્રણ આપીને સોમાલ કરવામાં આવ્યા છે. ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી નેતાઓ પાસેથી સલાહ લેવામાં વિશ્વાસ કરતા હતા, પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બધું જ નષ્ટ થઈ ગયું છે.

  મોદી માત્ર એક બહાનું છે, કોંગ્રેસ મારી ઈર્ષ્યા કરતી હતી
  આઝાદે કહ્યું કે તેમના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે પીએમ મોદી સાથેની નિકટતાને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું, 'મોદી માત્ર એક બહાનું છે, કોંગ્રેસ નેતૃત્વને મારી સાથે તકલીફ હતી જ્યારથી G23એ પત્ર લખીને હાઈકમાન્ડને સૂચનો આપ્યા હતા. તેઓ ક્યારેય ઈચ્છતા ન હતા કે કોઈ તેમને પત્ર લખે, તેમને સવાલ કરે. ત્યારથી કોંગ્રેસની અનેક મીટીંગો યોજાઈ, પરંતુ કોઈ સૂચનો ક્યારેય ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.

  તેમણે કહ્યું, 'મને કહેવામાં આવી રહ્યું છે કે હું મોદીને મળ્યો છું, પરંતુ હું તમને જણાવી દઉ કે મોદી અને ભાજપને તેઓ મળ્યા છે, જેમણે તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે. મારી તેમની સાથે મુલાકાત થઈ છે. ખુદ નરેન્દ્ર મોદીએ પણ આ વાત કહી હતી કે રાહુલ ગાંધી તેમની વિરુદ્ધ નીવેદનબાજી કરે છે અને પછી સંસદમાં ગળે મળીને કહે છે કે અમારું દિલ સાફ છે.

  સોનિયાએ મારા પર વિશ્વાસ કર્યો, મેં પરિણામ આપ્યું
  આઝાદે કહ્યું, "1998 અને 2004 વચ્ચે, સોનિયા ગાંધી વરિષ્ઠ નેતાઓ પાસેથી અભિપ્રાય લેતા રહ્યા. તેઓ તેમની સલાહ માનતા હતા અને તેમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેતા ન હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી સોંપી, જેમાંથી મેં સાત રાજ્યોમાં જીત અપાવી. તેમણે મારા કામમાં દખલગીરી કરી ન હતી.

  પરંતુ જ્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે 2004 પછી સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતાઓને બદલે રાહુલ ગાંધીની વાત માનવાનું શરૂ કર્યું. રાહુલ પાસે અભિપ્રાય આપવાનો કોઈ અનુભવ કે કળા નથી, તેમ છતાં સોનિયા ગાંધી ઈચ્છે છે કે તમામ નેતાઓ રાહુલના કહેવા પ્રમાણે કામ કરે.

  'ચોકીદાર ચોર છે'ના નારાએ કોંગ્રેસમાં તિરાડ પાડી
  આઝાદે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચેનો અણબનાવ ત્યારે સામે આવ્યો જ્યારે 2019માં રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'ચોકીદાર ચોર છે' નો નારો આપવામાં આવ્યો હતો. આ નારાને કોઈ વરિષ્ઠ નેતાએ સમર્થન આપ્યું ન હતુ. રાહુલે પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે જેમને આ નારો ગમ્યો હોય તેઓ હાથ ઉંપર કરે. ત્યારે ઘણા મોટા નેતાઓએ આ સૂત્રને લઈને સહમતિ દર્શાવી ન હતી. તે બેઠકમાં મનમોહન સિંહ, એકે એન્ટની અને પી ચિદમ્બરમ પણ હતા.

 • મોટા નેતાઓ પર વ્યક્તિગત હુમલા કેટલી હદે યોગ્ય છે?
  આઝાદે કહ્યું, “અમે અમારો રાજકીય અભ્યાસ ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કર્યો છે. જ્યારે હું જુનિયર નેતા હતો ત્યારે તેઓ મને કહેતા હતા કે આપણે અટલ બિહારી વાજપેયીજીને મળતા રહેવું જોઈએ. અમને શીખવવામાં આવ્યું હતું કે આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ અને વિપક્ષના નેતાઓને પણ એટલો જ આદર આપવો જોઈએ જેટલો તેઓ પોતાના પક્ષના નેતાઓને આપે છે, પણ રાહુલની પોલીસી માત્ર મોદી પર હુમલો કરવાની છે. તેઓ ચારે બાજુથી મોદી પર પ્રહારો કરતા રહે છે.

  આઝાદે કહ્યું કે તેમને રાહુલ ગાંધી સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. તેઓ એક સારા માણસ છે, પરંતુ રાજકારણી તરીકે તેમનામાં તે વાત નથી. તેમનામાં સખત મહેનત કરવાની કુશળતા નથી.

 • ( Source - Divyabhaskar )