લ્યો બોલો! જે નેપાળ ભારત પાસેથી પેટ્રોલિયમ ખરીદે છે, બિહારના લોકો ત્યાંથી સ્મગલિંગ કરીને સસ્તામાં વેચે છે

લ્યો બોલો! જે નેપાળ ભારત પાસેથી પેટ્રોલિયમ ખરીદે છે, બિહારના લોકો ત્યાંથી સ્મગલિંગ કરીને સસ્તામાં વેચે છે

નેપાળમાં ટેક્સ ઓછો હોવાથી ત્યાં પેટ્રોલ ડીઝલ સસ્તામાં મળે છે

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2021, સોમવાર 

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગેલી આગના કારણે ઘમાસાણ ચાલી રહ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં તો પેટ્રોલની કિંમત 100 કરુપિયામને પાર પહોંચી છે. GlobalPetrolPrices.com વેબસાઇટ પ્રમાણે દક્ષિણ એશિયામાં ભારતની અંદર પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. 

ત્યારે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધારે છે કે હેવ પાડોશી દેશમાંથી તેનું સ્મગલિંગ શરુ થયું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે દેશ ભારત પાસેથી પેટ્રોલિયમની આયાત કરે છે હવે ત્યાંથી જ ભારતમાં તેનું સ્મગલિંગ થઇ રહ્યું છે. સાંભળવામાં કદાચ નવાઇ લાગશે પણ આ હકિકત છે. 

ભારતનો પાડોશી દેશ નેપાળ તમામ પેટ્રોલિયમ ભારત પાસેથી આયાત કરે છે. ત્યારે બિહારના લોકો હવે ત્યાંથી પેટ્રોલ ડીઝલની સ્મગલિંગ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. નેપાળમાં ટેક્સ ઓછો હોવાના કારણે ત્યાં પેટ્રોલ ડીઝલની કિંમત ઓછી છે. જેથી નેપાળના સરહદને અડીને આવેલા બિહારના વિસ્તારમાં ત્યાંથી પેટ્રોલ ડીઝલની તસ્કરી કરવામાં આવે છએ. લોકો નેપાળમાંથી પેટ્રોલિયમ લાવીને ભારતમાં જે ભાવ છે તેનાથી સસ્તામાં વેચે છે. આમ છતા તેમને કમાણી તઇ રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં જ એક 1360 લીટર ડીઝલ ભરેલું ટેન્કર નેપાળમાંથી ભારત મોકલવામાં આવ્યું હતું. જેને પોલીસે પકડ્યું છે. આ સિવાય આવા કેટલાય ટેન્કરો આવતા હશે. બિહારના અદાપુરમાં નેપાળમાંથી પેટ્રોલિયમનું સ્મગલિંગ શરુ થયું છે. અદાપુર નેપાળ સરહદથી માત્ર બે માઇલ દૂર આવેલું છે. 

( Source – Gujarat Samachar )