અમેરિકામાં ટ્રકમાંથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા:ટ્રકમાં 100 લોકોને ઠાંસી-ઠાંસીને ભર્યા હતા, મેક્સિકોથી છુપાવીને ટેક્સાસ લઈ જવામાં આવતા હતા

અમેરિકામાં ટ્રકમાંથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા:ટ્રકમાં 100 લોકોને ઠાંસી-ઠાંસીને ભર્યા હતા, મેક્સિકોથી છુપાવીને ટેક્સાસ લઈ જવામાં આવતા હતા

 • ટ્રકમાં લોકોને ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી
 • પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી
 • અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.

 • ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને ટેક્સાસ પોલીસ. મેડિકલ ટીમે ટ્રકમાં હાજર 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

 •  

  4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં
  મળતી માહિતી મુજબ, 4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે હવે આ લોકોનાં મોત કેવી રીતે થયાં એ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે. જ્યારે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેમને બહાર કાઢ્યા ત્યારે તેમના શરીર ગરમ હતા.

  જણાવવામાં આવી રહ્યું છે કે અતિશય ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી ગયું અને લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.

  કન્ટેનરમાં પાણીની સુવિધા પણ ન હતી
  ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રક કન્ટેનરનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમાં વેન્ટિલેશન માટેની કોઈ વ્યવસ્થા નહતી અને કન્ટેનરમાં પાણીની સુવિધા પણ ન હતી. 3 પીડિતોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

 • પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
 • ટેક્સાસના ગવર્નરે આ મૃત્યુ માટે બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે
 • ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું.
 • મેક્સિકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.
 • ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
  સેન એન્ટોનિયો પોલીસ વિભાગના વડા વિલિયમ મેકમેનસે જણાવ્યું હતું કે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે આ ત્રણ લોકોમાં ટ્રક ડાઇવર સામેલ છે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું ન હતું.

  છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ઘૂસણખોરી અમેરિકાની દક્ષિણ સરહદે થઈ છે.

 • દક્ષિણ સરહદના રસ્તેથી અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે પકડાયેલા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે આ સંખ્યા છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ નોંધાઈ છે. કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ સરહદ નજીક આવા મામલા એક વર્ષ પહેલાની સરખામણીમાં 30% વધ્યા છે.
 • ( Source - Divyabhaskar )