બરાક ઓબામા આ ભારતીયના ગીત પર ફીદા અને ગુગુલ પર તુટી પડ્યા ભારતીયો

બરાક ઓબામા આ ભારતીયના ગીત પર ફીદા અને ગુગુલ પર તુટી પડ્યા ભારતીયો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2019ના પોતાના સૌથી મનગમતા ગીતોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક ભારતીય સિંગરનું નામ પણ છે. મૂળ રૂપે જયપૂરનો રહેવાસી પ્રતીક કુહાડના ગીતોને ઓબામાએ પોતાના ફેવરિટ લિસ્ટમાં શામેલ કર્યા છે.

ઓબામાના આ ટ્વિટની સાથે જ ભારતીયોએ પ્રતિક વિષે ગુગલ સર્ચમાં ખણખોદ કરવાનું શરૂ પણ કરી દીધું છે. પ્રતિકના જે ગીતને ઓબામાએ પોતાના પસંદગીની યાદીમાં શામેલ કર્યું છે તે પ્રતિકના આલ્બમ કોલ્ડ મેસનું ગીત છે.

ભારતીય ગાયકને ઓબામાએ ગણાવ્યો પોતાનો ફેવરિટ

ઓબામાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે – હિપ હોલથી લઈને કંટ્રી સુધી અને ધ બોસ સુધી આ વર્ષના દરેક ગીત મારા ફેવરિટ્ત છે. આ યાદીમાં પ્રતિકનું નામ પણ શામેલ છે. પ્રતિકે ઓબામાના આ ટ્વિટને પણ રિટ્વિટ કર્યું છે. ઓબામાએ કરેલા વખાણથી ઉત્સાહિત પ્રતિકે લખ્યું હતું કે – બસ આ બધુ હમણા હમણા જ થયું છે અને મને નથી લાગતુ કે આજે રાત્રે મને ઉંઘ આવે. મને નથી ખબર કે કોલ્ડ મેસ તેમના સુધી કઈ રીતે પહોંચ્યું પરંતુ બરાક ઓબામાનો આભાર. આભાર યૂનિવર્સ. મને નથી લાગતુ કે 2019 મારા માટે આનાથી વધારે સારૂ હોઈ શકે છે, પણ હું ખોટો હતો.

જયપુરના પ્રતિકના સંગીતની દુનિયા છે દિવાની

પ્રતિક કુહાડ મૂળ રૂપે જયપુરનો રહેવાસી છે. તેણે જયપુરમાં જાણીતી મહારાજા સવાઈ માનસિંહ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ન્યૂયોર્કમાં તેણે ગણિત અને અર્થશાસ્ત્ર વિષયમાં આગળનો અભ્યાસ અક્ર્યો. શાળાના દિવસોમાં જ પ્રતિકને ગીત લખવાનો શોખ લાગ્યો હતો અન તેણે શોખ માટે સંગીતને લઈને કામ કરવાનું શરૂ કર્યું  હતું.

પ્રતિકના ગીતને લઈ ઓબામાએ કહ્યું કે…

પ્રતિકના ગીતના વખાણ કરતા ઓબામાએ લખ્યું હતું કે – કોઈ લાંબી ડાઈવ પર કંપની માટે તમારે જો કંઈ જોઈએ અથવા તો તમે ઈચ્છો કે તમારે વર્ક આઉટમાં મદદ કરનારૂ મ્યૂઝિક જોઈએ છે તો અહીં એક કે બે ટ્રેક છે. પ્રતિકનું પહેલુ આલ્બમ 2013માં આવ્યું હતું. ત્યાર બાદ તે અનેક દેશોમાં લાઈવ પરફોર્મન્સ આપી ચુક્યો છે.